શું એપલની ભારતમાંથી પકડ ઢીલી પડી રહી છે? રિપોર્ટ

જોકે, પ્રિમિયમ સેગમેન્ટ એટલે કે 400 ડોલરથી વધુ કિંમતના સ્માર્ટફોનના બજારમાં એપલે ત્રીજા ક્વાર્ટરમાં સેમસંગ અને ચીનની વન પ્લસને પાછળ રાખી દીધી હતી 

શું એપલની ભારતમાંથી પકડ ઢીલી પડી રહી છે? રિપોર્ટ

બેંગલુરુઃ સોફ્ટવેર સમી આલમ આ દિવાળીએ આઈફોન લેવાની તૈયારી કરી રહ્યો હતો, પરંતુ તેણે છેલ્લી ઘડીએ ચાઈના મેડ સસ્તો વન પ્લસ પસંદ કર્યો. આજે, ભારતનો મોટાભાગના યુવાન વર્ગ આખો દિવસ ફોનમાં વિવિધ શો, સર્ફિંગ, શોપિંગ અને સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે, તેમ છતાં એપલ ભારતના 1.3 બિલિયન ગ્રાહકોને રિઝવવામાં સફળ થઈ રહી નથી. 

કારણ, કે વાર્ષિક 2000 ડોલરની માથાદીઠ આવક ધરાવતા દેશમાં લોકોને એપલના રૂ.75 હજારથી વધુની કિંમતના ફોન પોસાય તેમ નથી. તેની સામે તેમને તેના કરતાં અડધાથી પણ ઓછી કિંમતમાં એટલે કે રૂ.25થી 45 હજાર સુધીમાં એપલ જેવી જ સુવિધાઓ ધરાવતા ફોન મળી જાય છે. 

હોંગકોંગ આધારિત કંપનીએ કરેલા એક રીસર્ચમાં જાણવા મળ્યું છે કે વર્ષ 2017માં એપલે ભારતમાં 3 મિલિયન ફોન વેચ્યા હતા, જે આ વર્ષે 2018માં ઘટીને બે મિલિયન થઈ ગયા છે. છેલ્લા ચાર વર્ષમાં આ પ્રથમ વખત એપલના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. 

એપલના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર ટીમ કૂક પણ કંપનીના વેચાણમાં થયેલા ઘટાડાથી ચિંતિત છે. તેમનું કહેવું છે કે, ભારતમાં મળી રહેલા સસ્તા ફોનના કારણે લોકો એપલથી દૂર થઈ રહ્યા છે. 

ઊંચી ઈમ્પોર્ટ ડ્યુટી
એપલના ફોનની ઊંચી કિંમતનું એક કારણે ઊંચી ઈમ્પોર્ટ ડ્યુટી છે. ઈન્ડસ્ટ્રી નિષ્ણાતોનું કહેવું છે કે, એપલ તેના 70-80 ટકા ફોન આયાત કરે છે. જેના કારણે તેના ફોનની કિંમત વધી જાય છે. અમેરિકામાં એપલના બેઝિક iPhone XR મોડેલની કિંમત 749 ડોલર એટલે કે રૂ.54,500 છે, જે તેની ભારતીય કિંમત કરતાં બે તૃતિયાંશ ઓછી છે.

ભારતમાં નિર્માણ ન કરવું
એપલ ભારતમાં તેના ફોનનું નિર્માણ કરતી નથી. તે માત્ર તેના જૂના મોડેલના ફોન જ બેંગલુરુ ખાતેની વિસ્ટ્રોન કોર્પો પાસે એસેમ્બલ કરાવે છે. તેની સામે સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ, ઓપો અને ઝાઓમી કોર્પોરેશને ભારત સરકારની ઓફરને અનુલક્ષીને પોતાનાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખ્યા છે. જેના કારણે તેમને સરકારની વિવિધ નીતિઓનો ફાયદો મળે છે અને તેઓ તેમના ફોનની કિંમત નીચી રાખી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news