Ducati Monster Bike ભારતમાં લોન્ચ થતા જ માર્કેટમાં બુમ પડી ગઈ! Look તો જુઓ
ગ્લોબલ સ્પોર્ટ બાઈક નિર્માતા કંપની Ducatiએ પોતાની Ducati Monster અને Ducati Monster Plusને ભારતમાં લોન્ચ કરી છે. રેસિંગ બાઈકના શોખીનો માટે આ બાઈક ખાસ છે. આવો જાણીએ આ બાઈક વિશે સમગ્ર માહિતી. Ducatiએ દાવો કર્યો છે કે તેની Ducati Monster અને Ducati Monster Plus હલકી અને કોમ્પેક્ટ હશે. જો કે તેમ છતાં તેની પર્ફોર્મેન્સ ઘણી દમદાર છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગ્લોબલ સ્પોર્ટ બાઈક નિર્માતા કંપની Ducatiએ પોતાની Ducati Monster અને Ducati Monster Plusને ભારતમાં લોન્ચ કરી છે. રેસિંગ બાઈકના શોખીનો માટે આ બાઈક ખાસ છે. આવો જાણીએ આ બાઈક વિશે સમગ્ર માહિતી. Ducatiએ દાવો કર્યો છે કે તેની Ducati Monster અને Ducati Monster Plus હલકી અને કોમ્પેક્ટ હશે. જો કે તેમ છતાં તેની પર્ફોર્મેન્સ ઘણી દમદાર છે. કંપનીની આ બાઈકનો વજન માત્ર 166 કિલોગ્રામ છે. કંપનીનો દાવો છે કે બાઈકની ચેસિસ જૂની Monsterથી 60 ટકા હળવી છે.
Ducati Monsterમાં કંપનીએ નવું દમદાર એન્જીન આપ્યું છે. આમાં 937ccનું Testastretta 11° L-twin એન્જીન આપવામાં આવ્યું છે. આ જૂના 821 એન્જીન કરતા 1.5 કિલો હળવું છે. જ્યારે આ બાઈકનું એન્જીન 111bhpનો મેક્સિમમ પાવર અને 93nmનો ટોર્ક જનરેટ કરે છે. આમાં 3 રાઈડિંગ મોડ સ્પોર્ટ, ટુરિંગ અને અર્બન મળે છે.
Ducati Monsterનો લુક નેકેડ સ્ટ્રીટફાઈટર જેવો છે. આમાં નવું ચેસિસ સેટઅપ આપવામાં આવ્યું છે. અને ફ્રંટ ફ્રેમને Panigale V4થી લેવામાં આવ્યું છે. આ એલ્યુમીનિયમથી નાની ફ્રેમ છે. બાઈકના વ્હીલ બેઝને પણ નાના રાખવામાં આવ્યા છે. બાઈકમાં 17 ઈંચના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. બાઈકના ફ્રંટમાં LED-DRL હેડલેંપ આપવામાં આવ્યું છે.
Ducati Monsterની સીટની હાઈટ 820MM છે. આ સીટની મદદથી રાઈડરને વધુ સારો ડાઈનામિક્સ મળશે. સાથે જ રાઈડર જમીન પર આસાનીથી પગ પણ રાખી શક્શે. જે લોકો સીટની હાઈટને ઓછી કરવામાં માગે છે તે સસ્પેન્શન કિટમાં ફેરફાર કરી 775MM કરી શકે છે.
Ducati Monsterમાં 43mmનું ફ્રંટ ફોર્ક સસ્પેન્શન સિસ્ટમ છે. બાઈકમાં બ્રેકિંગ સિસ્ટમને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. આમાં ફ્રંટમાં twin Brembo M4-32 4-piston monobloc કેલિપર્સ છે. જે 320mm ડિસ્ક બ્રેક પર પકડ બનાવે છે. જ્યારે પાછલા વ્હીલમાં Brembo કેલિપર્સની પકડ સિંગલ 245mm ડિસ્ક પર રહે છે.
Ducati Monsterમાં 4.3 ઈંચની કલર TFT ડિસ્પ્લે છે. ગીયર પોઝિશ, એર ટેમ્પરેચર અને ફ્યુલ લેવલ સહિતની માહિતી દર્શાવશે. આમાં Ducati Multimedia System પણ છે, જેને બટનની મદદથી હેંડલબારથી કંટ્રોલ કરી શકાય છે.
કંપનીએ Ducati Monster અને Ducati Monster Plusને Red, Dark Stealth અને Aviator Greyમાં લોન્ચ કરવામાં આવી છે. બાઈકની શરૂઆતી કિંમત 10.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. અલગ અળગ કોમ્બિનેશન અને કલર મેચિંગ સાથે બાઈકની મહત્તમ કિંમત 11.34 લાખ રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે