વિડીયોની એડીટર નહી રહે ગરજ! OpenAI Sora AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિટનો વીડિયો

AI video generation: OpenAI એ એક નવું AI model મોડલ લોન્ચ કર્યું છે, જે ફક્ત ટેકસ્ટ જોઇને એક મિનિટનો વીડિયો બનાવી શકે છે. OpenAI ના બોસ, Sam Altman એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણા વીડિયો શેર કર્યા જે બતાવે છે કે આ નવું AI ટૂલ કેટલું કમાલનું છે. 

વિડીયોની એડીટર નહી રહે ગરજ! OpenAI Sora AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિટનો વીડિયો

Text-to-video AI: ChatGPT બનાવનાર કંપની OpenAI એક નવું એઆઇ મોડલ લોન્ચ કર્યું છે, જે ફક્ત ટેક્સ્ટ કહીને એક જોઇને એક મિનિટનો વીડિયો બનાવી શકે છે. OpenAI Sora બ્લોગના અનુસાર 'આપણે AI ને ફિજિકલ વર્લ્ડને સમજવા અને તેની કોપી કરવાનું શીખી રહ્યા છે, જેથી એવા મોડલ બનાવવામાં આવે જે લોકોને તે સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે જેના માટે વાસ્તવિક દુનિયા સાથે જોડાવવું જરૂરી છે. 

OpenAI ના બોસ, Sam Altman એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણા વીડિયો શેર કર્યા જે બતાવે છે કે આ નવું AI ટૂલ કેટલું કમાલનું છે. પરંતુ કંપનીનું કહેવું છે કે અત્યારે આ મોડલમાં કેટલીક ખામીઓ છે, જેમકે કોઇ મુશ્કેલ વસ્તુને વાસ્તવિક જેવી બતાવવી અથવા કારણ-પરિણામને સંપૂર્ણપણે સમજી શકવું નહી. તેમછતાં Altman એ જે વીડિયો શેર કર્યા છે તેનાથી લાગે છે કે Sora એક જ વીડિયોમાં ઘણા અલગ અલગ સીન બનાવી શકે છે. 

— Sam Altman (@sama) February 15, 2024

— Sam Altman (@sama) February 15, 2024

OpenAI ના એક અન્ય સભ્યએ Sora દ્વારા બનાવવામાં આવેલો એક વીડિયો શેર કર્યો છે. 

— Bill Peebles (@billpeeb) February 15, 2024

OpenAI નું નવું AI મોડલ, Sora, કોઇપણ કહાનીમાંથી એક મિનિટનો અસલી જેવો વિડીયો બનાવી શકે છે. તેમાં ઘણા લોકો અલગ-અલગ હરકતો અને બારીકીથી બનાવવામાં આવેલી જગ્યાઓ જોઇ શકાય છે. આ ફક્ત શબ્દોને સમજતું નથી, પરંતુ વાસ્તવિક દુનિયામાં કેવું દેખાશે, તેનો પણ અંદાજો લગાવી શકે છે. OpenAI ના અનુસાર 'આ મોડલ ભાશાને ઉંડાણપૂર્વક સમજે છે, એટલા માટે કહાનીને સારી રીતે સમજીને પાત્રોને જીવંત બનાવી શકે છે. આ એક વીડિયોમાં ઘણા સીન બનાવી શકે છે, જેમાં પાત્ર અને તેમના લુક એક જેવા રહે છે. 

સોશિયલ મીડિયા પર SORA ની ખૂબ ચર્ચા છે. પોપુલર યૂટ્યૂબર Marques Brownlee એ તેના ઉપયોગને લઇને ચિંતા વ્યક્ત કરી છે.  

OpenAI એ જણાવ્યું કે તેમનું નવું AI મોડલ Sora કેટલાક વિશેષજ્ઞોને આપવામાં આવી રહ્યું છે, જેથી તે આ ટેક્નોલોજીના નુકસાન અથવા જોખમ શોધી શકે છે. સાથે જ કંપની એવા ટૂલ્સ પણ બનાવી રહી છે. જે ખોટી જાણકારીઓને ઓળખવામાં મદદ કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news