મંદિરથી મસ્જિદ સુધી ચંદ્રયાનની ધૂમ! આજે ચંદ્ર પર લહેરાશે તિરંગો, જાણો મિશનથી શું મળશે

Chandrayaan 3 Landing Updates: ભારત સહિત દુનિયાભરની નજર હાલ આપણાં મિશન ચંદ્રયાન-3 પણ છે. જો ભારતનું આ મિશન મૂન સફળ રહ્યું તો અંતરિક્ષની દુનિયામાં એક નવો ઈતિહાસ રચાશે. ચંદ્રની ધરતી પર લહેરાશે ભારતનો તિરંગો. આ મિશનની અંતિમ પળોમાં દેશ જ્યારે પ્રાર્થના કરતો હશે ત્યારે પ્રધાનમંત્રી મોદી પણ સાઉથ આફ્રિકાથી વર્ચ્યુઅલી જોડાઈ શકે છે.

મંદિરથી મસ્જિદ સુધી ચંદ્રયાનની ધૂમ! આજે ચંદ્ર પર લહેરાશે તિરંગો, જાણો મિશનથી શું મળશે

Chandrayaan 3: ઢગલાબંધ મંદિરોમાં આજે વહેલી સવારથી ભારતના ચંદ્રાયાન-3 ની સફળતા માટે પ્રાર્થના અને પૂજા-અર્ચના થઈ રહી છે. એટલું જ નહીં વિવિધ સ્થળો પર ચંદ્રયાનથી સફળતા માટે હવનનું પણ આયોજન કરાયું છે. મસ્જિદોમાં, ગુરુદ્વારામાં પણ ચંદ્રયાનની સફળતા માટે પ્રાર્થના થઈ રહી છે. મંદિરથી લઈને મસ્જિદ સુધી હાલ મિશન ચંદ્રયાનની ધૂમ જોવા મળી રહી છે. અમદાવાદ સહિત ઠેરઠેર સ્કૂલોમાં પણ લાઈવ કાર્યક્રમ નિહાળવાની વ્યવસ્થા કરાઈ છે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન સાથે જોડવાનો પણ આ એક અનેરો અવસર છે. ત્યારે ચંદ્રયાન વિશે ઘણી બધી એવી વાતો છે જેનાથી ઘણાં લોકો અજાણ છે. શું તમે આ બધી વાતો જાણો છો....

સૌથી મોટો સવાલ દરેકને એજ થાય છેકે, જો આપણું મિશન મૂન સફળ થઈ જાય, જો ચંદ્રયાન-3નું ચંદ્રની સપાટી પર સફળ લેન્ડિંગ થઈ જાય તો ભારતને શું મળશે...આ સવાલનો જવાબ જાણવા માટે તમારે આ આર્ટિકલ વિંગતવાર વાંચો પડશે. ઉલ્લેખનીય છેકે, હાલમાં જ રશિયાનું ચંદ્ર પરનું મિશન લૂના ફેલ ગયું છે. એવા સમયે ચંદ્રયાન3ની સફળતા અંતરિક્ષ ક્ષેત્રે દુનિયામાં ભારતનો ડંકો વગાડી શકે છે. આજે ચંદ્રની સપાટી પર ભારતનો તિરંગો લહેરાઈ શકે છે. સમગ્ર વિશ્વની નજર ભારતના ચંદ્રયાન-3 મિશન પર છે. ભારત ઈતિહાસ રચવાથી માત્ર થોડા કલાકો દૂર છે. ભારતનું ચંદ્ર મિશન ચંદ્રયાન 3 સાંજે 6.4 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ભાગમાં ઉતરશે તેવી અપેક્ષા છે. 

આપણું ચંદ્રયાન મિશન સફળ રહેશે એવી આશા વધી રહી છે કારણ કે ચંદ્ર મિશન પર અપડેટ આપતી વખતે, ISROએ કહ્યું છે કે ચંદ્રયાન 3 મિશન શેડ્યૂલ મુજબ ચાલી રહ્યું છે. ચંદ્રયાન-3 આજે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરશે. ચંદ્રની સપાટી પર સોફ્ટ-લેન્ડિંગ કરવા માટે પ્રક્રિયા આજે સાંજે 5:45 વાગ્યે શરૂ થશે. ઈસરો તરફથી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

PM મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચ્યુઅલ રીતે ઈસરોમાં જોડાશે-
ભારત આજે અવકાશની દુનિયામાં ઈતિહાસ રચવા માટે તૈયાર છે. ચંદ્રયાન-3 આજે સાંજે 6.40 કલાકે ચંદ્ર પર ઉતરશે. લેન્ડિંગ સમયે પીએમ મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચ્યુઅલ રીતે ઈસરોમાં જોડાશે.

છેલ્લી 15 મિનિટમાં શું થશે?
ચંદ્રયાન-3 ના ઉતરાણના સમયની 15 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમગ્ર મિશનની સખત મહેનત આના પર નિર્ભર છે. લેન્ડિંગ સંપૂર્ણપણે ઓટોમેટિક હશે. લેન્ડરે તેના એન્જિનને યોગ્ય સમયે અને ઉંચાઈ પર છોડવા પડે છે. તેણે યોગ્ય માત્રામાં ઇંધણનો ઉપયોગ કરવો પડશે. છેલ્લી 15 મિનિટમાં, ઓનબોર્ડ સોફ્ટવેર તમામ નિર્ણયો લે છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે પૃથ્વી પરથી આપવામાં આવેલા આદેશને લેન્ડર સુધી પહોંચવામાં વધુ સમય લાગે છે.

લેન્ડિંગ સમયે કેટલી હશે ચંદ્રયાનની સ્પીડ?
ચંદ્રયાન-3ના લેન્ડરના લેન્ડિંગ સમયે ચાર એન્જિન એક્ટિવેટ કરવામાં આવશે. જ્યારે ચંદ્રયાન ચંદ્ર પર ઉતરશે ત્યારે તે 2 કિલોમીટરના વિસ્તારમાં ઉતરશે. ચંદ્રયાનની ઝડપ એક કિમી પ્રતિ કલાકની રહેશે.

જ્યાં ચંદ્રયાન ઉતરશે ત્યાં બીજી શું છે?
ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ચંદ્રયાન જ્યાં ઉતરશે ત્યાં માત્ર પર્વતો છે. આ વિસ્તારમાં પાણી અને ખનિજો મળવાની સંભાવના છે. લેન્ડિંગ પછી, લેન્ડર વિક્રમ કાર્યરત થઈ જશે અને વાતચીત કરશે. ત્યારબાદ રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર રેમ્પ પરથી ચંદ્રની સપાટી પર આવશે.

ચંદ્રયાનના લેન્ડિંગ વખતે શું ખાસ ધ્યાનમાં રખાશે?
લેન્ડરમાં એક કોમ્પ્યુટર જરૂરી ઝડપે લેન્ડિંગની કાળજી લેશે. ઓલ્ટિમીટર ચંદ્રયાન-3ની ઉંચાઈને તેના ઉતરાણ દરમિયાન નિયંત્રિત કરશે. ચંદ્રયાન-3માં એક્સીલેરોમીટરની સાથે લેસર ગાયરોસ્કોપ આધારિત ટેકનોલોજી છે જે લેન્ડરની ગુરુત્વાકર્ષણની ગણતરી કરશે. ચંદ્રયાન-3માં લેન્ડર માટે અદ્યતન લિક્વિડ એન્જિન, એટીટ્યુડ થ્રસ્ટર્સ, નેવિગેશન અને થ્રેટ ડિટેક્શન ટેકનોલોજી પણ છે. તમામ ટેકનોલોજી તરત જ વાતચીત કરી શકે છે. 

ચંદ્રયાનની સફળતાથી દેશને શું મળશે?
દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3નું લેન્ડિંગ દેશની પ્રતિષ્ઠા વધારશે. વૈશ્વિક અવકાશ બજારમાં ભારતનો હિસ્સો વધશે. ગગનયાન (માનવ અવકાશ મિશન) માટે પ્રોત્સાહન વધશે. આદિત્ય (સૂર્ય મિશન) માટે પણ આત્મવિશ્વાસ વધશે.   

ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોંચ્યા પછી શું કરશે?
41 દિવસની સફર બાદ ચંદ્રયાન-3 આખરે આજે ચંદ્ર પર પહોંચશે. આ મિશન ચંદ્ર પર 14 દિવસ સુધી સક્રિય રહેશે. આ દરમિયાન ચંદ્ર પર ધરતીકંપનો અભ્યાસ, સપાટી પરની ગરમીનો અભ્યાસ, પાણીની શોધ, ખનિજની માહિતી અને જમીનનો અભ્યાસ કરવામાં આવશે.

ચંદ્રયાન-3 માટે લેન્ડિંગ કેમ પડકારરૂપ છે?
ચંદ્રયાન-3ના ઉતરાણ સમયે છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વપૂર્ણ છે. જો લેન્ડરની સ્પીડ વધુ ઝડપી હશે તો લેન્ડર ક્રેશ થઈ જશે. ચંદ્રની સપાટી પરની ધૂળ સૌર પેનલ માટે મુશ્કેલ બનાવશે. ચંદ્રની સપાટી પરના પથ્થરો લેન્ડર માટે મુશ્કેલ બનશે. ચંદ્રની સપાટી પરના ખાડાઓ ઉતરાણમાં મુશ્કેલી ઊભી કરશે. સફળ લેન્ડિંગ માટે, લેન્ડરની ગતિને નિયંત્રિત કરવી પડશે. હજારો કિમી/કલાકની ઝડપ ઘટાડીને 10 કિમી/કલાકથી ઓછી કરવી પડશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news