સૌથી સસ્તામાં શાનદાર સવારી! હવે કારની ખરીદીમાં છે 4 વિકલ્પ, જાણો કઈ કાર તમારા માટે છે બેસ્ટ
બજારમાં હવે કાર ઈંધણના 4 વિકલ્પો ઉપલબ્ધ છે. ત્યારે કઈ કાર વધારે સસ્તી પડે તે પણ જાણવા જેવું છે. સાવ સસ્તામાં પોતાની કારમાં સફર કરવા માંગતા લોકો માટે આ આર્ટિકલ ખાસ છે.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ બજારમાં કાર ખરીદવા માટેના અનેક વિકલ્પો છે. તેવામાં તકલીફ એ ઉભી થાય કે આપણે કઈ ખરીદવી જોઈએ અને કઈ નહીં. અને આપની જરૂરિયાત હિસાબે કઈ કાર બેસ્ટ હશે. તો આ અહેવાલમાં અમે આપને જણાવીશું કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી કે પછી ઈવી સેગમેન્ટ. કઈ કાર આપના માટે બેસ્ટ હશે.
પેટ્રોલ-
ના માત્ર ભારત પણ સમગ્ર વિશ્વમાં મોટા ભાગે પેટ્રોલ કાર જ ચાલે છે. એક ધારણા છે કે જો સસ્તી, ઓછા મેન્ટેન્સ અને કારનો ઉપયોગ ઓછો હોય તો પેટ્રોલ કાર બેસ્ટ ઓપ્શન છે. પેટ્રોલ ભલે મોંઘુ થઈ ગયું પણ ડીઝલ કારની સરખામણીમાં પેટ્રોલ કારનું મેઈન્ટેનન્સ ઓછુ હોય છે. પેટ્રોલ કાર ડીઝલ કારની સરખામણીમાં પ્રદૂષણ ઓછુ કરે છે. આ સિવાય જો તમે દિલ્લી NCRમાં રહો છો તો આપ એક પેટ્રોલ કાર 15 વર્ષ ચલાવી શકો છો.
ડીઝલ-
પેટ્રોલ પછી અત્યાર સુધી ડીઝલ એન્જિનની કારનો વિકલ્પ હતો. નિષ્ણાતોનું કહેવું છે કે જો આપનું રનિંગ વધારે છે તો આપે પેટ્રલની જગ્યા પર ડીઝલ ગાડી ખરીદવી જોઈએ. કારણ કે સમગ્ર દેશમાં ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા વધારે હોય છે. અને પેટ્રોલની જેમ ડીઝલ પણ આસાનીથી ઉપ્લબ્ધ છે. ડીઝલ એન્જિનની કાર પેટ્રોલ એન્જીન કરતાં માઈલેજ પણ વધારે આપે છે. જોકે પેટ્રોલ કારની સરખામણીમાં ડીઝલ કારમાં કેટલાક નુકસાન પણ છે. દિલ્લી NCRમાં ડીઝલ કાર માત્ર 10 વર્ષ સુધી ચલાવી શકાશે. એટલે કે જો તમારી કારના 10 વર્ષ પૂણ થઈ ગયા પછી કારને સ્ક્રેપ કરવી પડી શકે છે. ડીઝલ કારનું મેઈન્ટેનન્સ પેટ્રોલ કાર કરતાં વધારે હોય છે. પાર્ટ્સ પણ મોંઘા મળે છે. અને હવે પેટ્રોલ અને ડીઝલનો ભાવ પણ લગભગ સરખો થઈ ગયો છે.
સીએનજી કાર-
વિશ્વભરમાં વધતા પ્રદૂષણના કારણે સીએનજીનું વિકલ્પ સામે આવ્યું છે. સીએનજી કારથી પેટ્રોલ અને ડીઝલ કાર જેટલુ પ્રદૂષણ નથી થતું. પેટ્રોલ અને ડીઝલ કરતાં સીએનજી સસ્તુ પણ છે. સીએનજી કારના ફાયદા તો છે પણ કેટલાક નુકસાન પણ છે. કાર સીએનજી હોવાથી આપે ડેકીની જગ્યા ભૂલી જવી પડે. ડેકીમાં સીએનજીનું સિલિન્ડ આવી જાય છે. સીએનજી ભલે સસ્તુ છે પણ પેટ્રોલ અને ડીઝલની જેમ બધી જગ્યા પર આસાનીથી નથી મળતું. કેટલાક વર્ષોમાં સીએનજી સ્ટેશન ખુલી ગયા છે પણ લાઈન ખુબ લાંબી હોય છે. જો તમને કંપની ફિટ સીએનજી કાર લો છો તો તેમા પાર્ટ્સ સારા આવશે પરંતુ જો તમે બહારથી સીએનજી કિટ ફિટ કરાવો છો તો કેટલીક વખત મોટી તકલીફો ઉભી થતી હોય છે. સીએનજી કારમાં પેટ્રોલ કારની સરખામણીમાં તાકાત ઓછી હોય છે. જેથી પીકઅપમાં થોડો ફરક પડી જાય છે.
ઈલેક્ટ્રિક કાર-
વાહનો સિવાય પણ પ્રદૂષણ ખુબ વધી રહ્યું છે. પ્રદૂષણને ઘટાડવા માટે ઈલેક્ટ્રિક વાહનો પર સરકાર ખુબ જોર આપે છે. ઈલેક્ટ્રિક વાહન ખરીદવા પર સરકાર સબસિડી પણ આપે છે. ઈલેક્ટ્રિક કાર સામાન્ય કાર જેવી જ હોય છે પણ સામાન્ય કારમાં એન્જીન હોય છે અને અહીં મોટર મુકવામાં આવે છે. અને ફ્યૂલ ટેન્કની જગ્યા પર બેટરી મુકવામાં આવે છે. અન્ય કારની સરખામણીમાં ઈવી કાર ચલાવવાનો ખર્ચ ઓછો હોય છે. પરંતુ ઈવી કારમાં કેટલીક તકલીફ પણ છે. ઈવી કાર નિશ્ચિત કિલોમીટર સુધી જ ચાલી શકે છે. જે પછી ફરજિયાત ચાર્જિંગ કરવુ પડે. અને બેટરી કાર ચાર્જ કરવામાં સમય પણ લાગે છે. બધી જગ્યા પર ચાર્જિંગ સ્ટેશન પણ નથી મળતાં પરંતુ સરકાર ઈવી કાર માટે ખુબ તેજીથી કામ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે