Recharge Plan: સૌથી ઓછી કિમતનો રિચાર્જ પ્લાન! ફક્ત 22 રૂપિયામાં 90 દિવસની વેલિડિટી...અને આટલા ફાયદા
નવા વર્ષનું આગમન થઈ ચૂક્યું છે પરંતુ જનતા હજુ પણ મોંઘવારીની થપાટમાંથી ઉગરી ચૂકી નથી. અત્યારે સમય એવો છે કે મોબાઈલ ફોન તો લગભગ બધા પાસે હોય છે પરંતુ તેના રિચાર્જના પૈસામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પણ આ કંપની એક એવો પ્લાન લાવી છે જેના વિશે જાણીને તમને રાહત તો ચોક્કસપણે થશે.
Trending Photos
BSNL Rupees 22 Plan with 90 Days Validity: નવા વર્ષનું આગમન થઈ ચૂક્યું છે પરંતુ જનતા હજુ પણ મોંઘવારીની થપાટમાંથી ઉગરી ચૂકી નથી. અત્યારે સમય એવો છે કે મોબાઈલ ફોન તો લગભગ બધા પાસે હોય છે પરંતુ તેના રિચાર્જના પૈસામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પણ આ કંપની એક એવો પ્લાન લાવી છે જેના વિશે જાણીને તમને રાહત તો ચોક્કસપણે થશે.
જૂની ડેટા કંપની BSNL પોતાના ગ્રાહકો માટે એક ખાસ પ્લાન લઈને આવી છે. આમ તો અત્યારે બજારમાં એક મોટો હિસ્સો જિયો, એરટેલ, વોડાફોન-આઈડિયા જેવી કંપનીનો છે પરંતુ આ કંપનીઓને ટક્કર આપવા માટે હવે BSNL ખાસ પ્લાન લઈને આવી છે જે પોતાના ગ્રાહકોને 22 રૂપિયામાં અનેક સુવિધાઓ આપે છે. ગ્રાહકો માટે આ એક સારો પ્લાન રહેશે.
22 રૂપિયાનો પ્લાન
BSNL તરફથી ફક્ત 22 રૂપિયામાં 90 દિવસની વેલિડિટી મળી રહી છે. જેની સરખામણીમાં એરટેલ અને વોડાફોન આઈડિયાનો પ્લાન પાછળ રહી જાય છે. આ પ્લાન વિશે જાણવાની સાથે સાથે VI ના 22 રૂપિયાથી ઓછી કિંમતવાળા પ્લાન વિશે પણ જાણીએ.
BSNL નો 22 રૂપિયાનો પ્લાન
બીએસએનએલનો 22 રૂપિયાવાળો પ્રીપેઈડ પ્લાન લોકલ અને STD વોઈસ કોલની સુવિધા આપે છે. આ માટે 30 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગે છે. જેમાં 90 દિવસની વેલિડિટી મળે છે. જો કે આ પ્લાન ફ્રી વોઈસ કોલિંગ અને ડેટા બેનિફિટ સાથે આવતો નથી.
જિયોનો 25 રૂપિયાનો પ્લાન
જિયોના 25 રૂપિયાવાળો પ્રીપેઈડ પ્લાન યૂઝર્સને હાલના એક્ટિવ પ્લાન જેટલી વેલિડિટી આપે છે. તેમાં 2 જીબી ડેટાનો લાભ મળે છે. ડેટા લિમિટ પૂરી થઈ જાય તો ઈન્ટરનેટની સ્પીડ 64કેબીપીએસ થઈ શકે છે.
એરટેલ અને VI નો 22 રૂપિયાથી ઓછી કિંમતનો પ્લાન
એરટેલ અને VI પણ સસ્તા પ્લાન આપે છે. જેની કિંમત 22 રૂપિયાથી પણ ઓછી હોય છે. બંને કંપની પોતાના ગ્રાહકોને 19 રૂપિયાનો પ્લાન આપે છે. એરટેલના આ પ્લાનમાં એક દિવસની વેલિડિટી મળે છે. જેમાં 1 જીબી ડેટાનો બેનિફિટ મળે છે. VI તરફથી 19 રૂપિયામાં 1GB ડેટાનો બેનિફિટ આપવામાં આવે છે. જેની વેલિડિટી 24 કલાકની હોય છે. આ સાથે જ VI એપ, મૂવીઝ અને ટીવી શોનો પણ લાભ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે