એક કરતા વધુ સીમકાર્ડ રાખનારા ચેતી જજો, આવ્યો છે નવો નિયમ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ટેલિકોમ વિભાગે (Department of Telecommunications) 9 થી વધુ સીમ કાર્ડ રાખનારા ગ્રાહકોને ફરીથી વેરિફાઈ કરવા અને વેરિફાઈ ન હોવાની સ્થિતિમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે. જમ્મુ કાશ્મીર અને આસામ સહિત પૂર્વોત્ત રાજ્યોમાં આ સંખ્યા 6 સીમ કાર્ડની લિમિટમાં છે.
ફરીથી કરાવવુ પડશે વેરિફાઈ
ટેલિકોમ વિભાગ તરફથી જાહેર કરાયેલ આદેશ અનુસાર, ગ્રાહકોની પાસે પરમિશનથી વધુ સીમ કાર્ડ મળી આવવાની સ્થિતિમાં પોતાની મરજીથી સિમ ચાલુ રાખવા અને બાકીનાને બંધ કરવાનો વિકલ્પ આપવામા આવ્યો છે. વિભાગે સૂચના જાહેર કરી કે, વિભાગ દ્વારા કરવામા આવેલ વિશ્લેષણ દરમિયાન જો કોઈ ગ્રાહકની પાસે ટેલિકોમ કંપનીના સીમ કાર્ડથી નક્કી કરાયેલ સંખ્યાથી વધુ સિમ કાર્ડ મળી આવે છે, તો તેના તમામ સીમ કાર્ડની ફરીથી તપાસ કરવામા આવશે.
આ પણ વાંચો : માટલામાં કેવી રીતે બને ગુજરાતની પારંપરિક વાનગી ઉંબાડિયુ, માસ્ટર શેફે વીડિયો બનાવીને કર્યો શેર
આ કારણે ભર્યુ પગલું
ટેલિકોમ વિભાગે આ પગલુ હકીકતમાં ફાઈનાન્શિયલ અપરાધ, વાંધાજનક કોલ, ઓટોમેટિક કંપની અને ફ્રોડ ગતિવિધિઓની ઘટનાઓની તપાસ કરવાને લઈને ભર્યું છે.
ટેલિકોમ કંપનીઓનુ એક્શન
વિભાગે ટેલિકોમ કંપનીઓને એ તમામ મોબાઈલ નંબરને ડેટાબેઝમાંથી હટાવવા માટે કહ્યું છે, જે નિયમ અનુસાર ઉપયોગમાં નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે