દેશમાં જલ્દી લોન્ચ થશે આ 'કાર', એક લીટરમાં 36ની માઇલેજ
છ વર્ષની રાહ જોયા પછી હવે આ વાહનને ભારતીય માર્કેટમાં લોન્ચ કરી શકાય છે
Trending Photos
નવી દિલ્હી : છ વર્ષ સુધી રાહ જોયા પછી હવે બજાજની ક્વોડ્રિ્સાઇકલ 'ક્યુટ'ને બહુ જલ્દી ભારતીય માર્કેટમાં લોન્ચ કરી શકાય છે. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇ-વે તરફથી બજાજની ચાર પૈડાવાલી ક્વોડ્રિ્સાઇકલ 'ક્યુટ'ને કમર્શિયલ ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. આશા છે કે આ મામલે મંત્રાલય 9 જૂન, 2018ના દિવસે નોટિફિકેશન જાહેર કરશે. આ એક ચાર પૈડાવાળી માઇક્રોકાર છે જેનું વજન, પાવર અને સ્પીડને એક મર્યાદાની અંદર રાખવામાં આવ્યા છે.
આ ઓટો કરતા વધારે અને કાર કરતા થોડી ઓછી ક્ષમતા ધરાવતું વાહન છે. આ વાહન માર્કેટમાં આવ્યું તો ઓટો અને એન્ટ્રી લેવલ સેગમેન્ટવાળી કાર પર અસર પડી શકે છે. ઇન્ડિયન માર્કેટમાં એને પેસેન્જર વાહન તરીકે વાપરવામાં આવશે. એના ઇન્ટિરિયરની વાત કરીએ તો એ અંદરથી બિલકુલ કાર જેવું જ છે. એમાં ડ્રાઇવર સહિત ચાર લોકો ભારે સરળતાથી પ્રવાસ કરી શકે છે. એને પહેલીવાર ઓટો એક્સપો 2012માં RE60 કોન્સેપ્ટથી રજૂ કરવામાં આવી હતી.
બજાજ ક્યુટમાં 215 સીસીનું પેટ્રોલ એ્ન્જિન છે જેનો પાવર 13.2 પીએસથી વધારે છે. આની મહત્તમ ઝડપ 70 કિલોમીટર પ્રતિ કલાક છે. 5 સ્પીડ ગિયરબોક્સવાળી ક્યુટ માર્કેટમાં CNG/LPG વર્ઝન સાથે આવવાની સંભાવના છે. કંપનીનો દાવો છે કે એ 36 કિલોમીટર પ્રતિ લીટરના માઇલેજની ક્ષમતા ધરાવે છે. ક્યુટની લંબાઈ 2,752 એમએમ છે જે તાતાની નેનો કરતા 412 એમએમ ઓછી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે