Maruti Suzuki Alto K10 CNG: મારુતિની સાવ સસ્તી CNG ગાડી લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Maruti Suzuki Alto K10 CNG: પેટ્રોલ વેરિઅન્ટની જેમ જ AUX અને USB પોર્ટ, સેન્ટ્રલ લોકિંગ, રૂફ એન્ટેના, ફ્રન્ટ પાવર વિન્ડોઝ, બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે 2-DIN સ્માર્ટપ્લે ઑડિયો સિસ્ટમ, સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લૉક્સ, બૉડી-કલર ડોર હેન્ડલ્સ, મેન્યુઅલી એડજસ્ટેબલ વિંગ મિરર્સ, 2 સ્પીકર અને ઈમ્પેક્ટ સેન્સિંગ ડોર અનલોક સહિત અને ફિચર્સ આપવામાં આવ્યા છે.

Maruti Suzuki Alto K10 CNG: મારુતિની સાવ સસ્તી CNG ગાડી લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Maruti Suzuki Alto K10 CNG: સસ્તામાં શાનદાર કાર ખરીદવાની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. લાંબા સમયથી જે ગાડીની રાહ જોવાઈ રહી હતી હવે એ માર્કેટમાં આવી ચુકી છે. આ ગાડી સામાન્ય માણસના સપનાની ગાડી બની શકે છે. હાલ પેટ્રોલ-ડિઝલનો ભાવ સતત વધી રહ્યો છે. આ સ્થિતિમાં સીએનજી ગાડી જ લોકોને પોસાય તેમ છે. ત્યારે આજે મારુતિ સુઝુકી દ્વારા એક શાનદાર અને સસ્તી ગાડી લોંચ કરવામાં આવી છે.

દેશની અગ્રણી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ તેની તાજેતરમાં લોન્ચ કરેલી અલ્ટો K10 S-CNG વર્ઝનમાં લોન્ચ કરી છે. આ કારને VXI વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. આ કારની કિંમત ₹5,94,500 છે. નવું Alto K10નું S-CNG વર્ઝન K-Series 1.0L ડ્યુઅલ જેટ, ડ્યુઅલ VVT એન્જિન દ્વારા સંચાલિત છે. જે 5300RPM પર 41.7kW પાવર અને CNG મોડ પર 3400RPM પર 82.1Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. આ કારમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. કાર CNG પર 33.85 km/kg ની માઈલેજ આપે છે.

ફિચર્સ-
પેટ્રોલ વેરિઅન્ટની જેમ જ AUX અને USB પોર્ટ, સેન્ટ્રલ લોકિંગ, રૂફ એન્ટેના, ફ્રન્ટ પાવર વિન્ડોઝ, બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે 2-DIN સ્માર્ટપ્લે ઑડિયો સિસ્ટમ, સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લૉક્સ, બૉડી-કલર ડોર હેન્ડલ્સ, મેન્યુઅલી એડજસ્ટેબલ વિંગ મિરર્સ, 2 સ્પીકર અને ઈમ્પેક્ટ સેન્સિંગ ડોર અનલોક સહિત અને ફિચર્સ આપવામાં આવ્યા છે.

મારુતિ અલ્ટો K10 2022 વેરિઅન્ટની કિંમત:
STD    3.99 લાખ
LXI    4.82 લાખ
VXI    4.99 લાખ
VXI+    5.33 લાખ
VXI (AT)    5.49 લાખ
VXI+ (AT)    5.83 લાખ
VXI CNG    5.95 લાખ

કંપનીનું શું કહેવું છે?
કંપનીનું કહેવું છે કે તાજેતરના ભૂતકાળમાં CNGના ભાવ વધવા છતાં તેના CNG વાહનોની માંગ વધી રહી છે. સીએનજીના ભાવમાં થયેલો વધારો અસ્થાયી છે અને ટૂંક સમયમાં તેની કિંમત નક્કી કરવામાં આવી શકે છે.

 

નવી Alto K10 CNG સહિત મારુતિ પાસે દેશમાં સૌથી વધુ 13 S-CNG મોડલ ઉપલબ્ધ છે. જ્યારે Ertiga, Baleno, XL6, Alto 800, Swift, Dzire, Alto K10, S-Presso, Tour S, WagonR, Eeco, Celerio, Super Carry પહેલાથી જ ઉપલબ્ધ છે. અલ્ટો K10 1.0-લિટર કે-સિરીઝ ડ્યુઅલ-જેટ, ડ્યુઅલ VVT એન્જિન દ્વારા સંચાલિત છે અને પેટ્રોલ પર લગભગ 25 kmplનું માઇલેજ આપે છે. એન્જિન ઉપરાંત નવા અલ્ટો K10 પરના અન્ય મોટા ફેરફારોમાં આગળની બાજુએ રિસ્ટાઈલ કરેલી ગ્રિલ અને 13-ઈંચના વ્હીલ્સ પર ફરીથી ડિઝાઈન કરાયેલ વ્હીલ કેપ્સનો સમાવેશ થાય છે. આ કાર ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવે છે અને Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news