ચોંકી ના જતાં, અત્યાર સુધી આ ગાડી ચાલી ગઈ છે 48 લાખ કિલોમીટર! હજુ પણ પરફેક્ટ છે કંડીશન
વિન્ટેજ કારનો ચાર્મ કોને હોતો નથી, કોણ છે જેને તેમાં ફરવાનું મન થતું નથી. પરંતુ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ 1966ની એક એવી કાર જે હજુ પણ પરફેક્ટ કંડીશનમાં છે અને અત્યાર સુધી 48 લાખ કિલોમીટર અંતર કાપી ચૂકી છે.
- 1.60 કિલોમીટર પર બદલી બ્રેક
- 1998 સુધી ચાલી 10 લાખ કિલોમીટર
- ગિનીસ બુકમાં નોંધાયેલું છે કારનું નામ
Trending Photos
નવી દિલ્લી: વિન્ટેજ કારનો ચાર્મ કોને હોતો નથી, કોણ છે જેને તેમાં ફરવાનું મન થતું નથી. પરંતુ આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ 1966ની એક એવી કાર જે હજુ પણ પરફેક્ટ કંડીશનમાં છે અને અત્યાર સુધી 48 લાખ કિલોમીટર અંતર કાપી ચૂકી છે. આજે જ્યારે દર અઠવાડિયે એક નવી કાર બજારમાં આવી જાય છે. પેટ્રોલ અને ડીઝલથી લઈને આપણે ઈલેક્ટ્રિક કારની દુનિયામાં પહોંચી ગયા છીએ. ત્યારે આજે અમે તમને એક એવી વિન્ટેજ કાર બતાવીશું જે 1966થી રસ્તા પર દોડી રહી છે અને તેના નામે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે.
મેન્ટેનન્સની મિસાલ છે વોલ્વો પી-1800:
અમે જે કારની વાત કરી રહ્યા છીએ તે છે 1966માં બનેલી વોલ્વો પી-1800. પ્રોફેશનલી ટીચર ન્યૂયોર્કના ઈવે ગોર્ડને પોતાની આ લાલ વિન્ટેજ કારની નિયમિત રીતે સર્વિસ કરાવી અને તેણે 2018માં તેમના મૃત્યુ સુધી તેમનો સાથ નિભાવ્યો. તેમના દેહાંત સુધી આ કાર 30 લાખ કિલોમીટરથી વધારે ચાલી ચૂકી હતી.
1.60 કિલોમીટર પર બદલવામાં આવી બ્રેક:
આ કારે 1998માં પહેલીવાર 10 લાખ કિલોમીટરનું અંતર પૂરું કર્યું અને તેની બ્રેક પહેલીવાર 1.60 લાખ કિલોમીટર પર બદલવામાં આવી. ગોર્ડન દરેક 5000 કિલોમીટર પર તેનું એન્જિન ઓઈલ બદલાવતા રહ્યા. આ કાર હજુ પણ શાનદાર કન્ડિશનમાં છે અને ચાલવાની એકદમ પરફેક્ટ કન્ડીશનમાં છે.
વોલ્વો પી-1800નું એન્જિન છે દમદાર:
વોલ્વોની પી-1800માં 1.8 લીટરનું એન્જિન છે. તે 103 હોર્સ પાવર અને 150 એમએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેના નામે સૌથી વધારે માઈલેજ આપનારી કારનો રેકોર્ડ પણ નોંધાયેલો છે. વોલ્વોએ પણ ગોર્ડનના ડેડિકેશનની પ્રશંસા કરી અને તેમને ઘણા પોપ્યુલર પણ બનાવ્યા. સમાચાર પ્રમાણે કંપનીએ તેમને નવી કાર પણ આપી. પરંતુ તેમનો પ્રેમ પોતાની લાલ રંગની વોલ્વો પી-1800 સાથે જોડાયેલો રહ્યો અને તે સતત તેને ચલાવતા રહ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે