Apple શરૂ કરી શકે છે સૌથી સસ્તો આ iPhone નું પ્રોડક્શન, લોન્ચ પહેલા કંપનીની તૈયારી
હાલમાં જ એપલે પોતાનો લેટેસ્ટ iPhone 16 સિરીઝ લોન્ચ કર્યો છે. આ સીરીઝને લોન્ચ થયાને થોડો સમય જ થયો છે હવે લોકો એપલના આવનારા સ્માર્ટફોન iPhone SE 4 વિશે વાત કરવા લાગ્યા છે. તેણે એપલનો સૌથી સસ્તો ફોન માનવામાં આવે છે.
Trending Photos
Apple iPhone SE 4: લોકોએ હવે એપલના આવનારા સ્માર્ટફોન iPhone SE 4 વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે. તેણે એપલનો સૌથી સસ્તો ફોન માનવામાં આવે છે. આશા છે કે Apple આ ફોનને આવતા વર્ષે એટલે કે 2025માં માર્કેટમાં લોન્ચ કરી શકે છે.
હાલમાં જ એપલે પોતાનો લેટેસ્ટ iPhone 16 સિરીઝ લોન્ચ કર્યો છે. આ સીરીઝને લોન્ચ થયાને થોડો સમય જ થયો છે હવે લોકો એપલના આવનારા સ્માર્ટફોન iPhone SE 4 વિશે વાત કરવા લાગ્યા છે. તેણે એપલનો સૌથી સસ્તો ફોન માનવામાં આવે છે. આશા છે કે Apple આ ફોનને આવતા વર્ષે એટલે કે 2025માં માર્કેટમાં લોન્ચ કરી શકે છે. તેને નવી ડિઝાઇન સાથે લોન્ચ કરવાની સંભાવના છે. એવું માનવામાં આવે છે કે તે iPhone 14 જેવું હોઈ શકે છે. એક વિશ્લેષકના દાવા મુજબ Apple કંપની વર્ષ 2024માં iPhone SE 4નું મોટા પાયે ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા છે.
TF ઇન્ટરનેશનલ સિક્યોરિટીઝના વિશ્લેષક મિંગ-ચી કુઓએ એક બ્લોગ પોસ્ટમાં સૂચવ્યું કે Appleના સપ્લાયર્સ ડિસેમ્બરમાં iPhone SE 4નું મોટા પાયે ઉત્પાદન શરૂ કરશે. કંપની ડિસેમ્બર 2024 અને 2025 ના પ્રથમ ક્વાર્ટર (Q1) ની વચ્ચે ચોથી પેઢીના iPhone SE ના અંદાજે 8.6 મિલિયન યુનિટના ઉત્પાદનનો અંદાજ લગાવી રહી છે.
પહેલા શું જણાવ્યું હતું
કુઓએ પહેલા કહ્યું હતું કે 2025ના પહેલા ત્રિમાસિક ક્વાર્ટરમાં કંપની iPhone SE 4 લોન્ચ કરી શકે છે. આ પહેલા કંપની તેનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરી શકે છે. આ બ્લૂમબર્ગના માર્ક ગુરમેનના તાજેતરના દાવાની પુષ્ટિ કરે છે, જેમણે સૂચવ્યું હતું કે Apple એ અપડેટેડ iPhone SE મોડલ V59 કોડનેમ બનાવવાની નજીક છે. આ ફોનને એપલનો સૌથી સસ્તો નોન ફ્લેગશિપ આઈફોન માનવામાં આવે છે.
iPhone SE 4 ની અંદાજિત સ્પેસિફિકેશન્સ
iPhone SE 4 નોન-ફ્લેગશિપ iPhone મોડલ્સના સંદર્ભમાં એક મુખ્ય ડિઝાઇનમાં મોટા ફેરફાર સાથે આવી શકે છે. આ ફોનની ડિઝાઈન iPhone 14 જેવી હોઈ શકે છે. યુઝર્સ આ ફોનમાં ફેસ આઈડી માટે સપોર્ટ મેળવી શકે છે અને તે એપલ ઈન્ટેલિજન્સ ફીચર્સ સાથે આવવાની આશા છે. iPhone SE 4માં સિંગલ 48-મેગાપિક્સલનો રિયર કેમેરા હોઈ શકે છે. તેમાં 60Hz રિફ્રેશ રેટ સાથે 6.06-ઇંચની સ્ક્રીન હોવાની અપેક્ષા છે. Apple ના A18 ચિપસેટ પર હેન્ડસેટ 6GB અને 8GB LPDDR5 રેમ વિકલ્પો સાથે આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે