Cyclone: દેશને ડરાવતા 10 વાવાઝોડા! ખાના-ખરાબી સર્જીને છોડતા ગયા નિશાન
Indiya Cyclone: દેશ પર દાનારૂપી દાનવ મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાંથી ઉદભવેલું દાના વાવાઝોડું ઓડિસા અને પશ્ચિમ બંગાળના લોકોને હરાવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 120થી 130ની ગતિએ ફૂંકાતો પવન ભારે તારાજી સર્જી શકે છે. ત્યારે આ પહેલી વખત નથી કે દેશવાસીઓએ આવા વાવાઝોડાનો માર સહન કર્યો હોય, જો છેલ્લા 5 વર્ષની જ વાત કરીએ તો દેશમાં 10 જેટલા વાવાઝોડા ત્રાટકી ચૂકયા છે.
Trending Photos
Indiya Cyclone: દેશ પર તો જાણે પનૌતી બેઠી છે. કારણ કે એક બાદ એક વાવાઝોડા આવી રહ્યા છે. દેશવાસીઓએ છેલ્લા 5 વર્ષમાં જ અનેક વાવાઝોડાનો સામનો કર્યો છે. જેમાં ઘણા વાવાઝોડા ધરતી પર પહોંચતા પહેલાં નબળા પડી ગયા, તો અમુક વાવાઝોડાએ એટલી ખાના-ખરાબી સર્જીને પોતાના નિશાન છોડતા ગયા છે. ત્યારે છેલ્લા 5 વર્ષમાં ભારત દેશે કેટલા વાવાઝોડાનો સામનો કર્યો છે, જાણો વિગતવાર આ રિપોર્ટમાં...
દેશ પર 5 વર્ષમાં 10 વાવાઝોડા ત્રાટક્યાં
ઘણા વાવાઝોડાએ સર્જી છે ભારે તબાહી
હવે 'દાના'ની દહેશતથી ફફડાટ
દેશ પર દાનારૂપી દાનવ મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાંથી ઉદભવેલું દાના વાવાઝોડું ઓડિસા અને પશ્ચિમ બંગાળના લોકોને હરાવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ 120થી 130ની ગતિએ ફૂંકાતો પવન ભારે તારાજી સર્જી શકે છે. ત્યારે આ પહેલી વખત નથી કે દેશવાસીઓએ આવા વાવાઝોડાનો માર સહન કર્યો હોય, જો છેલ્લા 5 વર્ષની જ વાત કરીએ તો દેશમાં 10 જેટલા વાવાઝોડા ત્રાટકી ચૂકયા છે.
ફાની વાવાઝોડું (2019):
ફાનીને ખુબ જ ભયંકર વાવાઝોડું ગણવામાં આવ્યુ હતુ. જે મે મહિનામાં ઓડિસા રાજ્ય સાથે ટકરાયુ હતુ. આ વાવાઝોડામાં ઉચ્ચ શ્રેણીના 4 પ્રમુખ વાવાઝોડા જેટલી શક્તિ હતી. ત્યારે આ વાવાઝોડાએ 40થી વધુ લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા.
ઓખી વાવાઝોડું (2017):
વર્ષ 2017માં આવેલું ઓખી નામનું વાવાઝોડું સૌથી ભયંકર સાબિત થયુ હતુ. કારણ આ વાવાઝોડાએ અંદાજે 245 લોકોના જીવ લઈ લીધા હતા. ઓખીએ માત્ર કેરળ જ નહીં તમિલનાડુ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વિનાશ વેર્યો હતો.
અમ્ફાન વાવાઝોડું (2020):
અમ્ફાન નામનું વાવાઝોડું એક શક્તિશાળી અને ભયંકર વાવાઝોડું હતુ . કારણ કે તેને સુપર સાયક્લોનિક વાવાઝોડાની શ્રેણીમાં આંકવામાં આવ્યું હતુ. મે 2020માં ત્રાટકેલા આ વાવાઝોડાએ પૂર્વ ભારત અને બાંગ્લાદેશમાં પોતાનો વિનાશ વેર્યો હતો.
તૌકતે વાવાઝોડું (2021):
તૌકતે નામનું વાવાઝોડું ગુજરાત માટે આફત સાબિત થયુ હતુ. 17 મે 2021ના રોજ આ તૌકતે વાવાઝોડું સીધુ જ ગુજરાતના દરિયાઈ કાંઠા સાથે ટકરાયુ હતુ. આ વાવાઝોડાએ ભારે વિનાશ તો વેર્યો હતો. સાથે જ ગુજરાત સહિત 3 રાજ્યોમાં અંદાજે 24 લોકોના જીવ લીધા હતા.
યાસ વાવાઝોડું (2021):
વર્ષ 2021માં ભારતે બે વિનાશક વાવાઝોડાનો સામનો કર્યો. જેમાં તૌકતે બાદ યાસ વાવાઝોડાએ તબાહી મચાવી હતી. 26 મે 2021ના રોજ યાસ વાવાઝોડું ઓડિસાના ભદ્રક જિલ્લા પરથી 130થી 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થયુ. પરંતુ સદનસીબે થોડા જ સમયમાં આ વાવાઝોડું નબળું પડ્યુ હતુ. જેથી ખાનાખરાબી સૌથી ઓછી થઈ હતી.
આસની વાવાઝોડું (2022):
આસની વાવાઝોડું વર્ષ 2022નું પહેલું વાવાઝોડું હતું. આંધ્રપ્રદેશ અને તમિલનાડુના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાયું હતુ. વાવાઝોડાની અસરના કારણે 7થી 12 મે 2022 વચ્ચે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ઓડિશામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો.
મૈંડોસ વાવાઝોડું (2022):
મૈંડોસ વાવાઝોડુ 2022નું ત્રીજુ ભયંકર વાવાઝોડુ માનવામાં આવે છે. જે 14 ડિસેમ્બર 2022ના રોજ અંદમાન-નિકોબાર અને ચેન્નાઈના દરિયાકાંઠે ટકરાયું હતુ. આ વાવાઝોડુ પોતાની સાથે ભારે પવન અને મુશળધાર વરસાદ લઈને આવ્યું હતુ.
બિપરજોય વાવાઝોડું (2023):
ગુજરાતના અરબી સમુદ્રમાં સર્જાયેલું ઉષ્ણકટિબંધીય વાવાઝોડું એટલે બિપરજોય વાવાઝોડું. 15 જુન 2023ની સાંજે બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતુ. બિપરજોય અરબી સમુદ્રમાં યોજાયેલું ટ્રૉપિકલ વાવાઝોડું હતુ. આવું જ વાવાઝોડું 1970માં પણ સર્જાયું હતુ. જેણે ખૂબ જ ખાનાખરાબી સર્જી હતી. ત્યારે લોકોને ડર હતો કે બિપરજોય પણ એટલી જ તારાજી વેરશે. પરંતુ સમુદ્રમાં જે ગતિએ વાવાઝોડું આગળ વધી રહ્યુ હતુ તે જમીન પર પહોંચતા નબળું પડી ગયુ હતુ. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે