લોંચ પહેલાં જ Apple ના સૌથી મોટા iPhone ની કિંમત થઇ લીક, અહીં જાણો

લોચિંગ પહેલાં જ એપ્પલના નવા ફોન્સ સાથે જોડાયેલી જાણકારી ઓનલાઇન લીક થઇ ગઇ છે. જર્મનીની એક વેબસાઇટ macerkopf.de પર ફોનની કિંમત પણ લીક થઇ ગઇ છે. 

લોંચ પહેલાં જ Apple ના સૌથી મોટા iPhone ની કિંમત થઇ લીક, અહીં જાણો

નવી દિલ્હી: અમેરિકન ટેક્નોલોજી કંપની એપ્પલ ટૂંક સમયમાં iPhone Xs સીરીઝના નવા ફોન લોંચ કરશે. તેની લોચિંગ ડેટ 12 સપ્ટેમ્બર રાખવામાં આવી છે. આ ઇવેંટના ઇન્વાઇટ મોકલી દેવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર આ વખતે કંપની ત્રણ નવા આઇફોન લોંચ કરશે. તેમાં iPhone Xs, iPhone Xs Max અને LCD ડિસ્પ્લેવાળા 6.1- ઇંચ આઇફોન લોંચ થઇ શકે છે. જોકે લોચિંગ પહેલાં જ એપ્પલના નવા ફોન્સ સાથે જોડાયેલી જાણકારી ઓનલાઇન લીક થઇ ગઇ છે. જર્મનીની એક વેબસાઇટ macerkopf.de પર ફોનની કિંમત પણ લીક થઇ ગઇ છે. 

કેટલી હશે કિંમત
વેબસાઇટ અનુસાર 64 જીબીવાળા iPhone Xs ની કિંમત €909 (ભગભગ 75,000 રૂપિયા) અને  iPhone Xs Max ની કિંમત €1,149 (96,000 રૂપિયા) હશે. તો બીજી તરફ 256 જીબીવાળા વેરિએન્ટની વાત કરીએ તો તેની કિંમત €170 (14,000 રૂપિયા) હોઇ શકે છે. આ ઉપરાંત Xs સીરીઝનો બેસ 6.1 ઇંચ LCD વર્જન €799 (66,000 રૂપિયા)માં લોંચ કરવામાં આવી શકે છે. 

સૌથી મોટો iPhone હશે XS Max
સૂત્રોના જણાવ્યા અનુસાર iPhone XS Max સૌથી મોટો iphone હશે. તેમાં OLED ડિસ્પ્લે, પોટ્રેટ મોડ સપોર્ટ સાથે બીજા ડુઅલ રિયર કેમેરા હશે જેમાં 2X ઝૂમ સાથે સેંસરમાં ડુઅલ OIS હશે. તો બીજી તરફ iPhone 9 અથવા 6.1-ઇંચ LCD ડિસ્પ્લેવાળા iPhone માં પાછળ સિંગ કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. જોકે તેમાં પણ ફ્રંટમાં Face ID ફીચર અને ટ્રૂ ડેપ્થ કેમેરા હશે. iPhone XS Max ની વાત કરીએ તો તેમાં એપ્પલ ફાસ્ટેસ્ટ A12 ચિપ સેટ અને 4GB RAM આપવામાં આવી છે. 
 
ગોલ્ડન કલર ઓપ્શનમાં આવશે iPhone XS
iPhone XS નો જે નવો ફોટો લીક થયો છે, જેમાં ગોલ્ડ કલર ઓપ્શન જોવા મળશે. તેને બેન ગેસ્કિને પોતાના ટ્વિટર પરથી શેર કરી છે. iPhone ના ફોટા તેમણે પોસ્ટ કર્યા છે. તેમાં ફ્રંટ અને બેક જોઇ શકાય છે. બેન ઇંડસ્ટ્રીના સમાચારો પર નજર રાખે છે અને આ પ્રકારની લીક્ડ ફોટા ઇશ્યૂ કરે છે. iPhone XS ને કંપની ત્રણ કલર વેરિએન્ટમાં લોંચ કરી શકે છે.
 Apple का कारोबार ट्रिलियन डॉलर के पार, दुनिया की पहली लिस्टेड कंपनी बनी

એપ્પલ વોચ 4 પણ થશે લોંચ
લીક થયેલી જાણકારી અનુસાર, એપ્પલ આ ઇવેંટમાં એપ્પલ વોચ 4 પણ લોંચ કરશે. લીક થયેલા ફોટામાં બતાવવામાં આવ્યું છે કે એઝ-ટૂ-એઝ ડિસ્પ્લે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વખતે એપ્પલ વોચમાં પહેલાના મુકાબલે 15 ટકા વધુ મોટી ડિસ્પ્લે હશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news