5G કરતાં 50 ગણુ ઝડપી નેટવર્ક 6G આવી રહ્યું છે, સરકારે ટ્રાયલની તૈયારી શરૂ
હજુ 5G નેટવર્ક ભારતમાં શરૂ નથી થયું. જો કે તે પહેલા 5G સ્માર્ટફોન્સ મળવા લાગ્યા છે. એના કરતા પણ ખાસ વાત એ છે કે હવે 6Gનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. તમારા મનમાં સવાલ થતો હશે કે હજું 5G આવ્યું નથી, તો પછી 6Gનું ટ્રાયલ કેમ શરૂ કરવામાં આવ્યું છે. આવો જાણીએ સમગ્ર માહિતી.
Trending Photos
નવી દિલ્હી: દુનિયામાં દર મિનિટે એક નવું ટેક્નોલોજિકલ ગેજેટ લોન્ચ થઈ રહ્યું છે. તેવામાં મોબાઈલ લોકો માટે એક જીવન જરૂરી વસ્તુ બની ગઈ છે. આજની સુપરફાસ્ટ લાઈફમાં લોકોને તમામ વસ્તુ સ્પીડી જોઈએ છે. ભારતમાં હાલ 4G નેટવર્ક ચાલી રહ્યું છે. હજું 5G નેટવર્ક ભારતમાં શરૂ નથી થયું. જો કે તે પહેલા 5G સ્માર્ટફોન્સ મળવા લાગ્યા છે. એના કરતા પણ ખાસ વાત એ છે કે હવે 6Gનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું છે. તમારા મનમાં સવાલ થતો હશે કે હજું 5G આવ્યું નથી, તો પછી 6Gનું ટ્રાયલ કેમ શરૂ કરવામાં આવ્યું છે. આવો જાણીએ સમગ્ર માહિતી.
ડિજિટલાઈઝેશનને લઈને આક્રામક વલણ અપનાવતી કેન્દ્ર સરકારે મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સુવિધા વધુ સારી બનાવવા માટે 6G નેટવર્કનું ટ્રાયલ શરૂ કરવાની તૈયારી કરી છે. દૂરસંચાર વિભાગે આની જવાબદારી સરકારી ટેલિકોમ રિસર્ચ કંપની સી-ડોટને આપી છે. મળતી માહિતી મુજબ આ વિભાગે સી-ડોટ પાસેથી 6G નેટવર્ક સંબંધિત તમામ ટેક્નિકલ સંભાવનાઓ પર વિચાર કરવા કહ્યું છે.
સેમસંગ, એલ.જી. અને હુવાવે જેવી દુનિયાભરની કંપનીઓ પહેલાથી જ 6G નેટવર્ક પર કામ કરી રહી છે. એક રિપોર્ટ મુજબ 6G નેટવર્કમાં ઈન્ટરનેટની સ્પીડ 5Gની સરખામણીએ 50 ગણી વધુ ઝડપી હોય શકે છે. એક અનુમાન મુજબ, દુનિયામાં 6G નેટવર્ક 2028-30 સુધીમાં આવી શકે છે. ભારતમાં હાલ 5G નેટવર્ક પર ટ્રાયલ ચાલી રહ્યું છે અને તેનું લોન્ચિંગ કરવાનું બાકી છે.
5G હાલ નહીં આવ્યું, તો 6Gનું ટ્રાયલ કેમ?
ભારતમાં મોબાઈલ ઉપભોક્તાઓ વચ્ચે હજુ 4G નેટવર્ક ચાલી રહ્યું છે. તેવામાં સવાલ થાય છે કે 5G હાલ નહીં આવ્યું, તો 6Gનું ટ્રાયલ કેમ કરવામાં આવી રહ્યું છે. અસલમાં સરકારે નિર્ણય લીધો છે કે 6G મામલે ભારત અન્ય દેશોની કંપનીઓ સામે નબળું ન પડી જાય. તે માટે આ કામમાં વિલંબ કરવામાં નથી આવી રહ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે