4K પેનલની સાથે 17 સપ્ટેમ્બરને ભારતમાં લોન્ચ થશે 65-ઇંચ Mi TV, જાણો કિંમત
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચીનમાં વેચાનાર 65-ઇંચ Mi TV ને ભારતમાં પણ લાવવામાં આવશે. 65-ઇંચ Mi TV નું ચીની મોડલ બીજા Mi TV મોડલોની માફક એંડ્રોઇડ PatchWall પર ચાલે છે. તેમાં અલ્ટ્રા થીન મેટલ બોડી 4K HDR વીડિયો સપોર્ટ અને Dolby+DTS ઓડિયો ઇંટીગ્રેશન મળશે.
Trending Photos
નવી દિલ્હી: 17 સપ્ટેમ્બરને Xiaomi ઇન્ડીયા દ્વારા એક સ્માર્ટર લિવિંગ 2020 ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટમાં શાઓમી દ્વારા એક નવું Mi TV લોન્ચ કરવામાં આવશે. આ જાણકારી કંપનીએ ઓફિશિયલ ટીઝર દ્વારા આપી છે. ટીઝરમાં શાઓમી ગ્લોબલ VP અને ઇન્ડીયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુ કુમાર જૈને સ્પષ્ટ ઇશારો કર્યો છે કે 17 સપ્ટેમ્બરના રોજ 65-ઇંચ Mi TV ને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.
સાથે જ કંપનીએ એ પણ જાણકારી આપી છે કે ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટૂં Mi TV હશે. હાલ ભારતમાં શાઓમીનું સૌથી મોટું ટીવી Mi TV LED 4X PRO 55-ઇંચ છે.
Oppo એ લોન્ચ કર્યા બે સસ્તા ફોન, 256 GB મેમરી સાથે છે આ ફીચર્સ
65-ઇંચ Mi TV નું વેચાણ હાલમાં કરવામાં આવે છે. ચીનમાં તેની કિંમત CNY 5,999 એટલે કે લગભગ 63,300 રૂપિયા રાખવામાં આવી છે. હાલ 65-ઇંચ Mi TV ની ભારતીય કિંમત વિશે કોઇ જાણકારી મળી નથી પરંતુ તેની કિંમત ચીની કિંમતની આસપાસ હોવાની આશા છે. એટલે ભારતમાં 65-ઇંચ Mi TV ની કિંમત 55 હજારથી 60 હજાર વચ્ચે રાખવામાં આવી શકે છે.
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ચીનમાં વેચાનાર 65-ઇંચ Mi TV ને ભારતમાં પણ લાવવામાં આવશે. 65-ઇંચ Mi TV નું ચીની મોડલ બીજા Mi TV મોડલોની માફક એંડ્રોઇડ PatchWall પર ચાલે છે. તેમાં અલ્ટ્રા થીન મેટલ બોડી 4K HDR વીડિયો સપોર્ટ અને Dolby+DTS ઓડિયો ઇંટીગ્રેશન મળશે. શાઓમીનો દાવો છે કે Dolby+DTS ઓડિયો ડિકોડિંગ સ્પોર્ટથી એન્હાંસ્ડ સાઉન્ડ એક્સપીરિયન્સ મળશે.
હાલના Mi TV મોડલોની માફક અપકમિંગ મોડલોમાં પણ AI બેસ્ડ વોઇસ કંટ્રોલ સિસ્ટમ મળશે. સાથે જ આ 65-ઇંચ Mi TV 4 ખૂબ મોટી સ્ક્રીન અને સ્લિમ બેઝલ્સ સાથે આવશે. હાર્ડવેરની વાત કરીએ તો 65-ઇંચ Mi TV માં 2GB રેમ અને 16GB સ્ટોરેજ સાથે ક્વોડ-કોર Cortex-A53 પ્રોસેસર મળશે. સાથે જ તમને જણાવી દઇએ કે Mi TV 65-ઇંચની સાથે શાઓમી લોન્ગ અવેટેડ Mi Band 4 ને પણ ભારતમાં લોન્ચ કરશે. ભારતમાં Mi Band 4 ની કિંમત Mi Band 3 ની લોન્ચ પ્રાઇસની આસ્પાઅસ રાખી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે