અર્ટિગા, સ્કોર્પિયો અને ઇનોવા ભૂલી જશો! માર્કેટમાં આવી રહી છે 3 સસ્તી 7 સીટર કાર, કિંમત 6 લાખથી શરૂ

ભારતીય બજારમાં 7-સીટર કારની ડિમાન્ડ સતત વધી રહી છે. આ સેગમેન્ટમાં મારૂતિ અર્ટિગાની ડિમાન્ડ સૌથી વધુ છે. તો મહિન્દ્રા સ્કોર્પિયો, મહિન્દ્રા બોલેરો, કિઆ કેરેન્સ, મારૂતિ ઈકો, ટોયોટા ઈનોવા ક્રિસ્ટા, મહિન્દ્રા XUV700 જેવા મોડલના વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે.
 

અર્ટિગા, સ્કોર્પિયો અને ઇનોવા ભૂલી જશો! માર્કેટમાં આવી રહી છે 3 સસ્તી 7 સીટર કાર, કિંમત 6 લાખથી શરૂ

નવી દિલ્હીઃ ભારતીય બજારમાં 7-સીટર કારોનો દબદબો વધી રહ્યો છે. આ સેગમેન્ટમાં મારૂતિ અર્ટિગાની ડિમાન્ડ સૌથી વધુ છે. તો મહિન્દ્રા સ્કોર્પિયો, મહિન્દ્રા બોલેરો, કિઆ કેરેન્સ, મારૂતિ ઈકો, ટોયોટા ઈનોવા ક્રિસ્ટા, મહિન્દ્રા XUV700 જેવા મોડલના સેલ્સમાં પણ વધારો થઈ રહ્યો છે. 7-સીટર કારની ખાસ વાત છે કે તેમાં ભરપૂર સ્પેસ મળે છે. તેમાં 7 પેસેન્જર્સ સરળતાથી બેસી શકે છે. જ્યારે 5 પેસેન્જર હોય તો મોટી બૂટ સ્પેસ પણ મળી જાય છે. તેવામાં ઘણી કંપનીઓએ આ સેગમેન્ટમાં નવા મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી છે. તેવામાં તમે કોઈ નવી 7 સીટર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારે આ અપકમિંગ કારો વિશે જાણી લેવું જોઈએ.

1. ટ્રાઇબર બેસ્ડ નિસાન કોમ્પેક્ટ MPV
નિસાન ઈન્ડિયા એક નવી એન્ટ્રી-લેવલ MPV ની સાથે પોતાના પોર્ટફોલિયોને વધારવાનો પ્લાન કરી રહી છે. આ રેનો ટ્રાઇબર પર બેસ્ડ હશે. મોડલમાં મેગ્નાઇટ સબ-કોમ્પેક્ટ SUV ની સાથે કેટલાક ડિઝાઇન એલિમેન્ટ શેર કરવાની સંભાવના છે, તેમ છતાં તે પોતાના ડોનર ભાઈથી અલગ દેખાશે. વાસ્તવમાં તેના મોટા ભાગના ફીચર, ઈન્ટીરિયર લેઆઉટ અને એન્જિન સેટઅપ પણ મેગ્નાઇટથી લેવામાં આવી શકે છે. હુડની નીચે નવી નિકાન કોમ્પેક્ટ એમપીવીમાં 1.0L, 3-સિલેન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે, જેના વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે 71bhp અને 96Nm નો ટોર્ક આપે છે. આ કારની કિંમત આશરે 6 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે. 

2. કિઆ કેરેન્સ EV
કિઆ ઈન્ડિયા ભારતીય બજારમાં સસ્તી ઈલેક્ટ્રિક વ્હીકલ (EV)લોન્ચ કરવાનો પ્લાન બનાવી રહી છે. તેમાં કેરેન્સ ઈવી અને સાઇરોસ ઈવી સામેલ થઈ શકે છે. બંને મોડલ 2025ના બીજા છ મહિનામાં રોડ પર આવી શકે છે. આ માસ-માર્કેટ ઈવીની સાથે કંપનીને 2026 સુધી  50,000 - 60,000 યુનિટનું કમ્બાઇન્ડ વેચાણ હાસિલ કરવાની આશા છે. અપકમિંગ કિઆ કેરેન્સ ઈવી (કોડનેમ KY-EV)ની કિંમત પણ ઓછી હોવાની આશા છે. મહત્વનું છે કે કિઆ કેરેન્સને ભારતીય બજારમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

3. મારૂતિ કોમ્પેક્ટ MPV (ટોયોટા વર્ઝન)
મારૂતિ સુઝુકી જાપાન-સ્પેક સ્પેરિયા પર બેસ્ડ એક નવી મિની MPV લાવી શકે છે. તેવા સમાચાર છે કે આ એક સબ-4 મીટર MPV હશે, જે બ્રાન્ડની નવી ઝેડ સિરીઝ પેટ્રોલ એન્જિન સાથે આવવાની સંભાવના છે. આ મોટર જે સ્વિફ્ટ હેચબેકને પાવર આપે છે. પરંતુ ગેસોલીન યુનિટને મારૂતિ સુઝુકીના પોતાના મજબૂત હાઇબ્રિટ સિસ્ટમની સાથે રજૂ કરી શકાય છે. જે વર્તમાનમાં ડેવલોપ કરવામાં આવી રહી છે. બ્રાન્ડના નવા HEV પાવરટ્રેનનો ઉપયોગ તેમાં મોટા પાયા પર બજારની પ્રોડક્ટ માટે કરવામાં આવશે, જેમાં ફ્રોંક્સ ફેસલિફ્ટ, નવી જનરેશનની બલેનો હેચબેક, સ્પેસિયા-બેસ્ડ મિની એમપીવી અને નવી જનરેશનની સ્વિફ્ટ સામેલ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news