દરરોજ 2 રૂપિયાનો ખર્ચ અને 365 દિવસની વેલિડિટી, ફ્રી કોલ્સ, SMS અને 2GB ડેટાનો લાભ

જો તમારી પાસે બે સિમ છે અને તમે સેકેન્ડરી સિમ એક્ટિવ રાખવાનો વિકલ્પ શોધી રહ્યાં છો તો બીએસએનએલ પાસે તમારા માટે ઘણા વિકલ્પ છે. તમે લગભગ દરરોજના 2 રૂપિયાનો ખર્ચ કરી બીજુ સિમ એક્ટિવ રાખી શકો છો. 
 

દરરોજ 2 રૂપિયાનો ખર્ચ અને 365 દિવસની વેલિડિટી, ફ્રી કોલ્સ, SMS અને 2GB ડેટાનો લાભ

નવી દિલ્હીઃ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પોતાના ગ્રાહકો માટે અનેક પ્લાન રજૂ કરે છે. ટેલ્કો દિલ્હી અને મુંબઈને છોડી (જ્યાં એમટીએનએલ પોતાની સર્વિસ પ્રદાન કરે છે) પેન ઈન્ડિયા સર્વિસ પ્રદાન કરે છે. કારણ કે બીએસએનએલની પાસે હાલ હાઈ-સ્પીડ 4જી નેટવર્ક નથી, તેવામાં મોટા ભાગના યૂઝર્સ તેને સેકેન્ડરી સિમ માટે પ્રાથમિકતા આપે છે. જો તમારી પાસે બે સિમ છે અને તમે સેકેન્ડરી સિમને એક્ટિર રાખવા સસ્તો પ્લાન શોધી રહ્યાં છો, તો બીએસએનએલ પાસે ઘણા વિકલ્પ હાજર છે. આજે અમને તમને બીએસએનએલના શાનદાર પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ. 

સેકેન્ડરી સિમ માટે બેસ્ટ છે આ બીએસએનએલ પ્રીપેડ પ્લાન
બીએસએનએલ પોતાના ગ્રાહકોને યુનિક ફીચર્સ અને બેનિફિટ્સની સાથે પસંદ કરવા અનેક પ્રીપેડ પ્લાનનો વિકલ્પ આપે છે. આ સિવાય બીએસએનએલ તે પ્લાન રજૂ કરે છે જે કોઈ ટેલ્કો પ્રદાન કરતું નથી. કંપનીની પાસે દરેક યૂજર્સ માટે એક ટેરિફ પ્લાન છે. આવો હવે યૂઝર્સ માટે ઉપલબ્ધ પ્રીપેડ પ્લાન પર એક નજર કરીએ. 

બીએસએનએલનો 1198 રૂપિયાનો પ્લાન
બીએસએનએલ 1198 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 365 દિવસની વેલિડિટી પ્રદાન કરે છે, જેમાં દર મહિને 300 મિનિટ કોઈપણ નેટ વોયસ કોલ, દર મહિને 3જીબી ડેટા અને દર મહિને 30 એસએમએસ જેવા ઘણા બેનિફિટ છે. વોયસ, ડેટા અને એસએમએસ બેનિફિટ 12 મહિના માટે માસિક રૂપથી ક્રેડિટ કરવામાં આવશે. જો તમે ઓછા ઉપયોગની સાથે સેકેન્ડરી સિમ રિચાર્જ શોધી રહ્યાં છો તો આ પ્લાન તમારા માટે સારો વિકલ્પ હોઈ શકે છે. પ્લાનની દરરોજની કિંમત માત્ર 3.28 રૂપિયા આવશે. 

બીએસએનએલ 797 રૂપિયા પ્રીપેડ પ્લાન- બિગ રિપલ્બિક ડે ઓફર
વર્તમાનમાં બિગ રિપલ્બિક ડે ઓફરના ભાગ રૂપે ગ્રાહકો માટે ખાસ રજૂ કરવામાં આવેલ બીએસએનએલ 797 પ્રીપેડ પ્લાન 365 દિવસની વેલિડિટીની સાથે એક લોન્ગ ટર્મ પ્લાન છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ, દરરોજ 2જીબી ડેટા અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. ડેલી ડેટા લિમિટ પૂરો થયા બાદ સ્પીડ ઘટીને 40 કેબીપીએસ સુધી રહી જાય છે. નોંધનીય છે કે ડેટા, વોયસ અને એસએમએસ બેનિફિટ માત્ર શરૂઆતી 30 દિવસ માટે ઉપલબ્ધ રહેશે. પ્લાનમાં દરરોજનો ખર્ચ માત્ર 2.18 રૂપિયા આવશે. 

બીએસએનએલ 397 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
બીએસએનએલ 397 રૂપિયાનો પ્રીપેડ પ્લાન યૂઝર્સને 180 દિવસની વેલિડિટી આપે છે. આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટા મળે છે. ડેટા ખતમ થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટી જશે. યૂઝર્સને અનલિમિટેડ વોયસ કોલ અને દરરોજ 100 એસએમએસ મળે છે. ડેટા, વોયસ અને એસએમએસ બેનિફિટ 60 દિવસ માટે ઉપલબ્ધ છે. પ્લાનમાં દરરોજનો ખર્ચ 2.20 રૂપિયા આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news