ATM Card: એટીએમ કાર્ડ પર લખેલા 16 અંક હોય છે ખૂબ જ ખાસ, તેમાં હોય છે આટલી જાણકારી

ATM Card: એટીએમ કાર્ડના કારણે લોકોની રોકડ રકમ લઈ જવાની ઝંઝટનો અંત આવ્યો છે. એટીએમ કાર્ડના કારણે લોકોના પૈસાના કારમ સરળ બની ગયા છે. આજે તમને એટીએમ કાર્ડ સંબંધિત એક મહત્વની જાણકારી આપીએ. દરેક એટીએમ કાર્ડ પર 16 અંકનો નંબર લખેલો હોય છે. મોટાભાગના લોકો જાણતા નથી કે આ નંબરનો અર્થ શું હોય છે.

ATM Card: એટીએમ કાર્ડ પર લખેલા 16 અંક હોય છે ખૂબ જ ખાસ, તેમાં હોય છે આટલી જાણકારી

ATM Card: એટીએમ કાર્ડના કારણે લોકોનું દૈનિક જીવન ઘણું સરળ થઈ ગયું છે. કાર્ડના કારણે બેન્ક ખાતામાંથી પૈસા ઉપાડવા અને જમા કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. પહેલા આ કામ માટે બેન્કમાં જઈ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. વળી હવે એટીએમ કાર્ડ દ્વારા તમે હાથમાં રોકડા રૂપિયા વિના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકો છો. 

એટીએમ કાર્ડના કારણે લોકોની રોકડ રકમ લઈ જવાની ઝંઝટનો અંત આવ્યો છે. એટીએમ કાર્ડના કારણે લોકોના પૈસાના કારમ સરળ બની ગયા છે. આજે તમને એટીએમ કાર્ડ સંબંધિત એક મહત્વની જાણકારી આપીએ. દરેક એટીએમ કાર્ડ પર 16 અંકનો નંબર લખેલો હોય છે. મોટાભાગના લોકો જાણતા નથી કે આ નંબરોનો અર્થ શું હોય છે. આ નંબર કોઈ સામાન્ય નંબર નથી હોતો. તે ખૂબ જ મહત્વના હોય છે અને તમારા ખાતા સાથે સંબંધ ધરાવે છે.

આ પણ વાંચો:

એટીએમ કાર્ડ પર લખેલા પહેલા અંકનું કનેક્શન તે ઈંડસ્ટ્રી સાથે હોય છે જે તેને ઈસ્યુ કરે છે. તેને મેજર ઈંડસ્ટ્રી આઈડેંટિફાયર નામથી ઓળવામાં આવે છે જે દરેક ઈંડસ્ટ્રી માટે અલગ હોય છે. 

ત્યારપછીના 5 નંબરોને ઈશ્યૂર આઈડેંટિફિકેશન નંબર હોય છે. તે જણાવે છે કે કઈ કંપનીએ આ કાર્ડ ઈસ્યૂ કર્યું છે. કાર્ડના સાતમા નંબરથી પંચદરમાં નંબર સુધી લખેલા નંબર તમારા બેંક ખાતા સાથે જોડાયેલા હોય છે. એટલે કે તે તમારા અકાઉન્ટ નંબર સાથે લિંક હોય છે.

કાર્ડ પર લખેલો 16મો નંબર એટીએમ કાર્ડની માન્યતા દર્શાવે છે. આ નંબરને ચેકસમ ડિજિટ પણ કહેવામાં આવે છે. એટલે કે એટીએમ કાર્ડ પર છપાયેલા 16 નંબરનું વિશેષ મહત્વ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news