24 કલાકથી પણ ઓછા સમયમાં બની જશે તમારુ મકાન, જાણો 10 બેસ્ટ ઇનોવેશન

મેગેઝીને 2018ના 50 સર્વશ્રેષ્ઠ ઇનોવેશનની યાદી જાહેર કરી છે, જે આપણા જીવન, કામકાજ, મનોરંજનને પ્રભાવિત કરી શકે છે. આવો 10 સર્વશ્રેષ્ઠ ઇનોવેશન પર એક નજર કરીએ.

24 કલાકથી પણ ઓછા સમયમાં બની જશે તમારુ મકાન, જાણો 10 બેસ્ટ ઇનોવેશન

નવી દિલ્હી: ટાઇમ મેગેઝીને દર વર્ષની જેમ દુનિયાને વધુ સારી, સ્માર્ટ અને રસપ્રદ બનાવવા માટે સર્વશ્રેષ્ઠ આવિષ્કારોને પ્રસ્તુત કર્યા છે. આ ઇનોવેશન ઘણા કિસ્સામાં એકદમ અનોખા છે. મેગેઝીને 2018ના 50 સર્વશ્રેષ્ઠ ઇનોવેશનની યાદી જાહેર કરી છે, જે આપણા જીવન, કામકાજ, મનોરંજનને પ્રભાવિત કરી શકે છે. આવો 10 સર્વશ્રેષ્ઠ ઇનોવેશન પર એક નજર કરીએ.

1. રિમોટ બની જશે સ્પીકર
આ ડિવાઇસને સ્માર્ટ સ્પીકર કહી શકાય છે. તે તમારા અવાજ સાંભળીને ટીવીનો અવાજ વધારે ઓછો કરશે, ચેનલ બદલશે, ટીવી બંધ કરશે. આ સ્પીકરનો સાઉન્ડ ક્વોલિટી ખુબ જ સારો છે. તેમાં વૂફર્સની સંપૂર્ણ રેન્જ કામ કરે છે. અમેરિકાની કંપની સોનોજે તેને બનાવ્યું છે. તેની કિંમત 399 ડોલર છે.

2. ખરાબ આદતોથી બચાવશે બ્રેસલેટ
અમેરિકાની કંપની હેબિટવેયરે કીન નામનું એક એવું સ્માર્ટ બ્રેસલેટ બનાવ્યું છે જે વાળ ખેંચવા, ખંજવાળવા, નખને કોતવા જેવા કામ વારંવાર કરવા પર સાવધ કરાવે છે. બ્રેસલેટ વાઇબ્રેશન દ્વારા યુઝરને સાવધ કરવા છે. તેનાથી લોકોનું ધ્યાન ખેંચે છે અને તેઓ સાવધ થતા રહે છે. અત્યાર સુધી 1 મિલિયનથી વધારે બ્રેસલેટ વેચાઇ ગયા છે. તેની કિંમત 149 ડોલર (10,611 રૂપિયા) છે.

3. કારીગરોની સુરક્ષા માટે સેન્સર
ફ્યૂઝ રિસ્ક મેનેજમેન્ટ પ્લેટફોર્મ કારખાના અને દુકાનોમાં કામ કરાતા કારીગરોની વધુ સુરક્ષા આપે છે. આ એક પ્રકારનું સેન્સર છે જે કારીગરો તેમની છાતી પર લગાવી શકે છે. જો તેઓ વધારે વજન ઉઠાવી રહ્યાં હોય તો આ તેમને ખતરો અથાવ ઇજા થવાના સંકેત આપશે. તેનાથી અમેરિકાની કંપની સ્ટ્રોંગ આર્મ ટેક્સને તૈયાર કર્યા છે.

4. સ્માર્ટ સ્પોર્ટ્સ બ્રા
રીબોકની ડિઝાઇનર ડેનિયલ વિટેકે ઘણી મહેનત બાદ મોશન સેન્સિંગ ટ્કેનોલોજી પર આધારીત સ્પોર્ટ્સ બ્રા તૈયાર કરી છે. જે હલનચલનના અનુસારથી એડજસ્ટ થાય છે. તેના ફેબ્રિકમાં જેલલ જેવું ઘટ દ્રવ્ય બ્રાને સંકોચાવા અને એડજેસ્ટ થવામાં મદદ કરે છે. કંપનીએ ઓગસ્ટમાં આ બ્રાનું લોન્ચિંગ કર્યું હતું. તેની કિંમત 60 ડોલર (4271 રૂપિયા) છે.

5. બધા માટે ફિટ થતા કપડા
નજીકના ભવિષ્યમાં કપડા શરીરને એડેપ્ટ કરી લેશે. આ વચન જાપાનની કંપની જોજો કરી રહી છે. કંપનીએ એક એવી એપ તૈયાર કરી છે જેના દ્વારા તમે ઘર પર જ તમારા શરીરનું થ્રીડી સ્કેન કરી તેની ઇમેજ કંપનીના મોબાઇ એપ પર મોકલો. કંપની તેના આધાર પર એકદમ ફિટ કપડા બનાવી તમારા ઘરે મોકલી દેશે. તેના માટે સફેડ ડોટ વાળા કાળી બોલી સૂટ કંજ્યુમરને પહેરવાનું રહેશે. કંપનીએ જીન્સની કિંમત 58 અને જ્યારે શર્ટની કિંમત 22 ડોલર નક્કી કરે છે.

6. 24 કલાકમાં 3ડી મકાન
આ વર્ષની શરૂઆતમાં, ટેક્સાસને સ્ટાર્ટઅપ આઇકોનને 350 વર્ગ ફીટ મકાન 24 કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર કરી દીધુ હતું. આ કરિશ્મા વલ્કન થ્રીડી પ્રિંટરથી સંભવ થયું છે. આઇકોનને 9 મહિનાની ઘણી મહેનત બાદ વલ્કન 3ડી પરિંટગ ટેકનિક વિસાવી છે. આ મશીન મકાનના જુદા જુદા ભાગ બનાવા છે. તના કિંમત પરંપરાગત મકાનોથી પણ ઓછી છે. જોકે તેની કિંમતનો હજુ સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી.

7. નેત્રહીનો માટે આંખ
અમેરિકાની આયરા નામની કંપની સબ્સક્રિપ્શન સર્વિસના આધાર પર તેમના યુઝસને તેમની આસપાસની લાઇવ વીડિયો સ્માર્ટ ફોન અથવા કંપનીના ચશ્મા દ્વારા મોકલે છે. કંપનીના એજેન્ટ 24 કલાક ઉપલ્બધ રહે છે જે લાઇવ વીડિયો જોઇ નેત્રહીન યૂઝર્સને ગાઇડ કરે છે. કંપનીની પ્રોડક્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર ગ્રેગ સ્ટિલસન છે જે સ્વયંમ નેત્રહીન છે. તેના માટે સબ્સક્રાઇબરને 99 ડોલર પ્રતિ મહિનાનો ખર્ચ કરવો પડશે.

8. દીવાલ જેવું ટીવી
શો અને મૂવી જોવા માટે આજકાલ ટલિવીઝન દંગ કરી તેવા વિઝ્યૂઅલ દેખાડે છે. જ્યારે બંધ થઇ જાય છે, ત્યારે બ્લેક બોક્સ સમાન બની જાય છે પરંતુ હવે એવું નહીં થાય. સેમસંગનું 4-કે ક્યૂએલઇડી રૂમની દીવાલની સાથે સંપૂર્ણ રીતે ભળી જાય છે. તમને ત્યાર એવું લાગેશ કે રૂમામાં ટવી નથી દીવાલ છે. આ એમ્બિએન્ટ મોડમાં આર્ટ વર્ક, વાતાવરણનો રિપોર્ટ અથવા ખાનગી ફોટા પણ દેખડી શકે છે. તેની કિંમત 1099 ડોલર જણાવવામાં આવી રહી છે.

9. એક ઇજેક્શનથી માઇગ્રેનની સારવાર
દુનિયાભરમાં લગભગ 12.7 કરોડથી 30 કરોડ લોકો માઇગ્રેનથી પીડાય છે. માઇગ્રેઇનથી લોકોના કામકાજમાં ખરાબ અસર જોવા મળે છે. તેની સારવાર માટે ઘણા ઓછા વિકલ્પ છે. એમજેન ફાર્માએ એક એવું ઇજેક્શન બનાવ્યું છે કે જે માઇગ્રેનના માથાના દુખાવાથી રાહત આપે છે. આ ઇજેક્શન મહિનામાં એકવાર લગાવવું પડે છે. રોજ રોજ દવા ખાવાથી પણ છુટકારો મળે છે. તેની કિંમત 575 ડોલર પ્રતિ ઇજેક્શન છે.

10. લાઇટના હિસાબથી એડજેસ્ટેબલ કોન્ટેક્ટ લેન્સ
એકુવે, જોનસન એન્ડ જોનસન વિઝને એડજેસ્ટબેલ કોન્ટેક્ટ લેન્સ બનાવ્યા છે. જે લાઇટના હિસાબથી દ્રશ્યતા સુધારે છે. તેમાં લગવવામાં આવેલું ફિલ્ટર પ્રકાશની તિવ્રતા માપી લાઇટને ઓછી-વધારે કરે છે. આવતા વર્ષે બજારમમાં આવી શકે છે. તેના પર ગત એક દશકથી કામ ચાલી રહ્યું છે. આ વર્ષે એપ્રિલમાં એફડીએ ક્લિયરેન્સ આપ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news