સંરક્ષણ મંત્રાલય News

ડિફેન્સના આ 15 સ્ટોક હશે તો કરોડપતિ બનતા નહીં રોકી શકે કોઈ માઈનો લાલ
Top 15 Defence Share: લોકસભાની ચૂંટણીઓ બાદ ફરી એકવાર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનીને સત્તારૂઢ થઈ ચુક્યા છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા છે. આ સાથે જ તેમણે અગાઉ પોતાના ભાષણો અને નિવેદનોમાં ઘણીવાર કહી ચુક્યા છેકે, એક સમય હતો કે ભારત વિદેશથી હથિયાર અને તેને લાગતો સામાન ખરીદતી હતી. હવે ભારત પોતાના દેશમાં જ વિદેશી હથિયારો કરતા ઘાતક હથિયારો અને સાધન સામગ્રીનું નિર્માણ કરશે. ખાસ કરીને દેશના ડિફેન્સ સેક્ટરને ઝડપથી મજબૂતાઈ આપવા માટે બજેટમાં મસમોટી ફાળવણી પણ કરવામાં આવશે. આ સ્થિતિમાં પીએમ મોદીએ પણ ડિફેન્સને લગતા HAL સહિતના શેરોના વખાણ કર્યાં હતાં. એવા ડિફેન્સ સેક્ટરના સુપર 15 શેરોની યાદી અહીં આપવામાં આવી છે. આ ડિફેન્સ શેરેને ખરીદનારને કરોડપતિ બનતા કોઈ માઈનો લાલ પણ નહીં રોકી શકે. 
Jul 7,2024, 15:12 PM IST
સુરતમાં બનેલી કે9 વજ્ર ટેન્કને રાજનાથ સિંહે ભારતીય સેનાને અર્પણ કરી
રક્ષામંત્રી રાજનાથ સિંહ સુરતની મુલાકાતે છે. રાજનાથ સિંહે 51મી કે9 વજ્ર ટેન્કના ફ્લેગ ઓફ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સુરત શહેર માટે ગર્વની વાત છે કે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા L&T પ્લાન્ટમાં તૈયાર થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપતી આર્મી ટેન્ક સુરત L&T પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મિલિટ્રીને અર્પણ કરતાં પહેલા વર્ષ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજીરા ખાતે આવ્યા હતા અને આ ટેન્કનું લોકાર્પણ કર્યું હતું. કુલ 51 જેટલી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) નાણા મંત્રીએ રાષ્ટ્રને અર્પણ કરી છે.
Jan 16,2020, 14:33 PM IST

Trending news