VIDEO: રાજનાથ સિંહે કહ્યું સંરક્ષણ મંત્રી બન્યો ત્યારથી હથિયારોની યાદ વધારે આવે છે
Trending Photos
લખનઉ : ગૃહમંત્રી રાજનાથસિંહે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, હવે તેઓ સંરક્ષણ મંત્રી છે એટલા માટે તેમને હથિયારોની યાદ થોડી વધારે જ આવવા લાગી છે. સંરક્ષણ મંત્રી એક કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કરતા લોકસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીતનો ઉલ્લેખ કરી રહ્યા હતા.
ડામાડોળ થતી અર્થવ્યવસ્થાને સ્થિર કરવા બેંકોમાં 70 હજાર કરોડ ઠલવાશે
રાજનાથે કહ્યું કે, તમારા જેવા ભાજપ કાર્યકર્તાઓએ જ ભારતનો રાજનીતિક ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડ્યો છે કે ભાજપને એકલાને 303 સીટો પર વિજય પ્રાપ્ત થયો છે. થ્રીનોટ થ્રી.... તમે જાણો છો કે થ્રીનોટથ્રી કેટલી શક્તિશાળી હોય છે. એટલે કે પરમાત્માએ સંકેત આપી દીધો છે કે હાલ તો થ્રીનોટથ્રી છે અને આગળ શું થશે તેની તમે કલ્પના પણ કરી શકો છો. અને મિત્રો સંરક્ષણ મંત્રીછું એટલા માટે હથિયારોની યાદ વધારે આવવા લાગી છે. ઉલ્લેખનીય છે કે, થ્રીનોટથ્રી એક શક્તિશાળી રાઇફલ છે.
#WATCH Rajnath Singh in Lucknow: You party workers added a new chapter in political history of India. BJP won 303 seats alone & you know how powerful is '3 Nought 3', it means God has given an indication. "Raksha Mantri hu isliye hathiyaron ki yaad jyada aane lagi hai" pic.twitter.com/IWBleg9NnL
— ANI UP (@ANINewsUP) August 23, 2019
હાલમાં જ રાજનાથસિંહે એક મોટુ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારત પોતાની પરમાણુ નીતિમાં પહેલો હુમલો ક્યારે નહી કરવાની પ્રતિબદ્ધતા ભવિષ્યની પરિસ્થિતીઓ પર નિર્ભર રહેશે. સિંહે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પહેલી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલી આપ્યા બાદ ભારતનાં પરમાણુ હથિયારના પરિક્ષણ સ્થળ પોખરણથી એક ટ્વીટ કર્યું હતું.
સંરક્ષણ પ્રધાને કહ્યું કે, પોખરણ અટલજીના ભારતને પરમાણુ શક્તિ બનાવવાનાં દ્રઢ સંકલ્પનું સાક્ષી છે. અમે અત્યાર સુધી તેને નો ફર્સ્ટ યુઝનાં સિદ્ધાંત પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. ભારતે આ સિદ્ધાંતનું કડકાઇથી પાલન કર્યું છે. જો કે હવે આ નીતિમાં ભવિષ્યની સ્થિતીઓ પર નિર્ભર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે