ભારત પાકિસ્તાન યુદ્ધ News

ભાગલા બાદ પાકિસ્તાન વસી ગયેલા લોકોના નામે ભારતમાં છે કરોડોની પ્રોપર્ટી
 હાલ પાકિસ્તાને છંછેડેલા મુંબઈના જિન્ના હાઉસના મુદ્દાથી ભારતમાં શત્રુ સંપત્તિનો મુદ્દો ફરીથી ચગ્યો છે. પાકિસ્તાને મુંબઈના માલાબારમાં આવેલ મોહંમદ અલી જિન્નાના ઘર પર હક જતાવ્યો છે. ત્યારે ભારતે આ બંગલો પાકિસ્તાનને આપવાની ઘસીને ના પાડી દીધી છે. આ ઉપરાંત સરકારે 8 નવેમ્બરના રોજ સંસદમાં 49 વર્ષ જૂની શત્રુ સંપત્તિ એક્ટમાં બદલાવ કર્યો હતો. જે અંતર્ગત દેશ વિભાજન દરમિયાન પાકિસ્તાન અને ચીન જઈને વસેલા લોકોના ઉત્તરાધિકારીઓનો આ સંપત્તિ પરથી દાવો નાબૂદ થઈ ગયો છે. સરકાર આ સંપત્તિને કબજામાં લઈને વેચવાની તૈયારીમાં છે. શત્રુ સંપત્તિની હાલની માર્કેટ કિંત અંદાજે 3000 કરોડ રૂપિયા છે. કસ્ટોડિયનની પાસે પડેલી શત્રુ સંપત્તિના શેર વેચવાથી સરકારને આવક તો થશે, સાથે જ તેના ઉપયોગનું લક્ષ્યાંક પણ પૂરુ થશે. ત્યારે આ પહેલા જાણી લો કે શુ છે આ કાયદો અને તે કેવી રીતે લાગુ થશે. 
Dec 22,2018, 8:28 AM IST

Trending news