તેજસ ટ્રેન News

તેજસ ટ્રેનની પહેલી મુસાફરીમાં પીરસાયો સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તો
ઈન્ડિયન રેલવેની લક્ઝુરિયસ અને આધુનિક સુવિધા ધરાવતી તેજસ ટ્રેન (Tejas Train) નો અમદાવાદ-મુંબઈ વચ્ચે આખરે શુભારંભ થઇ ગયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)એ તેજસ ટ્રેનને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, તેજસ ટ્રેનનાં લીધે બે આર્થિક પાટનગરો અમદાવાદ-મુંબઈ (Ahmedabad to Mumbai Train) વચ્ચે સફર કરતા મુસાફરોને ખૂબ લાભ થશે. તેજસ ટ્રેન માત્ર 6 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોચી જશે. તેજસ ટ્રેનમાં સવાર યાત્રિકો પણ તેમની તેજસની પ્રથમ યાત્રાને લઈને ખુબ ઉત્સાહિત અને આનંદિત હતા. યાત્રિકોએ પીએમ મોદીનો તેજસ ટ્રેન શરુ કરવા બદલ આભાર માન્યો હતો. બીજી તરફ સમારંભમાં આવેલા તમામ રાજકીય પક્ષોનાં નેતાઓએ પણ તેજસ ટ્રેનનાં શુભારંભને આવકાર્યો હતો.
Jan 17,2020, 15:02 PM IST
રેલવે મંત્રી કેવડિયા કોલોની ગયા, પરંતુ તેજસ ટ્રેનના કાર્યક્રમમાં ન આવ્યા..
Jan 17,2020, 14:05 PM IST
સુપર લક્ઝુરિયસ તેજસ ટ્રેન આવતીકાલથી અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે
આવતીકાલથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ખાનગી કંપની સંચાલિત તેજસ ટ્રેન (Tejas train) દોડશે. અમદાવાદમાં કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેજસ ટ્રેનને લીલીઝંડી આપશે. ભાજપના સાંસદો, કોર્પોરેટરો અને મેયર સહિતના આગેવાનો હાજર રહેશે. સમગ્ર દેશમાં ખાનગી કંપની સંચાલિત આ બીજી કોર્પોરેટ ટ્રેન દોડશે. જો ટ્રેન મોડી પડશે તો મુસાફરોને રેલવે વળતર પણ આપશે. ખાનગી ટ્રેનના ભાડામાં કોઈ છૂટ નહીં મળે, પરંતુ એક કલાક વિલંબ થયો તો રૂપિયા પરત મળશે. અમદાવાદ મુંબઈ રૂટ (Ahmedabad to Mumbai Train) પહેલા રેલવે મંત્રાલયે લખનઉ-દિલ્હી રૂટ પર તેજસ ટ્રેન દોડી રહી છે. IRCTCને તેજસ એક્સપ્રેસ ચલાવવા માટે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ  ટ્રેન માટે બધી જ સર્વિસ આઉટસોર્સીંગ કરવામાં આવશે. 
Jan 16,2020, 16:14 PM IST

Trending news