તેજસ ટ્રેનને CMએ આપી લીલીઝંડી, ઉદઘાટન પહેલા અમદાવાદ, વડોદરા અને સુરતમાં વિરોધ પ્રદર્શન

તેજસ એક્સપ્રેસ (Tejas Train) નો આજથી અમદાવાદમાં શુભારંભ થયો છે. આજે તેજસ ટ્રેનનો ટ્રાયલ રન યોજાયો હતો. સીએમ વિજય રૂપાણી (Vijay Rupani) એ તેજસ એક્સપ્રેસને લીલીઝંડી બતાવી હતી. પરંતુ આ વચ્ચે એક નવાઈની બાબત એ બની હતી કે, રેલમંત્રી પિયુષ ગોયલ (Piyush Goyal) તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી આપવા આવ્યા ન હતા. ગઈકાલે ગુજરાત આવેલા રેલવે મંત્રી આજે કેવડિયા પહોંચ્યા હતા. પરંતુ તેજસના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપવા ન આવ્યા. ત્યારે સીએમ રૂપાણીએ ગાડીને ફ્લેગઓફ કર્યું હતું. ત્યારે રેલવે મંત્રીની ગેરહાજરીની અનેક વાતો વહેતી થઈ હતી.

Trending news