Zhiying zeng News

જુસ્સો હોય તો કશું જ અશક્ય નથી! 58 વર્ષની ઉંમરે બે બાળકોની માતાએ ઓલિમ્પિકમાં ડેબ્યૂ
Zhiying Zeng Olympic Debut : કહેવાય છે કે જો દૃઢ નિશ્ચય અને જુસ્સો હોય તો એવું કશું જ નથી જે પ્રાપ્ત ન કરી શકાય. આવું જ કંઈક પેરિસ ઓલિમ્પિકમાં આવેલા 58 વર્ષના ટેબલ ટેનિસ ખેલાડી ઝિયાઈંગ ઝેંગનું જોવા મળ્યું. ઝિયાઇંગ ઝેંગે આ ઉંમરે ઓલિમ્પિકમાં પર્દાપણ કર્યું. જો કે તેનું મેડલ જીતવાનું સપનું અધૂરું રહ્યું. ઝિયાઇંગ ઝેંગના બે પુત્રો અને તેના પતિ પણ તેની ઓલિમ્પિક ડેબ્યૂ મેચ જોવા માટે સ્ટેન્ડમાં હાજર હતા. તમને જણાવી દઈએ કે ઝિયાઈંગ ઝેંગનો જન્મ 1966માં થયો હતો અને તેની માતા ટેબલ ટેનિસ કોચ હતી. જલદી તેણીએ રેકેટ પકડવાનું શીખી લીધું, તે 11 વર્ષની ઉંમરે બેઇજિંગની સ્પોર્ટ્સ સ્કૂલમાં જુનિયર એલિટ ટીમમાં જોડાઈ અને 12 વર્ષની ઉંમરે પ્રોફેશનલ બની ગઈ હતી.
Jul 28,2024, 21:44 PM IST

Trending news