Zhiying Zeng : જુસ્સો હોય તો કશું જ અશક્ય નથી! 58 વર્ષની ઉંમરે બે બાળકોની માતાએ ઓલિમ્પિકમાં કર્યું પર્દાપણ

Zhiying Zeng Olympic Debut : કહેવાય છે કે જો દૃઢ નિશ્ચય અને જુસ્સો હોય તો એવું કશું જ નથી જે પ્રાપ્ત ન કરી શકાય. આવું જ કંઈક પેરિસ ઓલિમ્પિકમાં આવેલા 58 વર્ષના ટેબલ ટેનિસ ખેલાડી ઝિયાઈંગ ઝેંગનું જોવા મળ્યું. ઝિયાઇંગ ઝેંગે આ ઉંમરે ઓલિમ્પિકમાં પર્દાપણ કર્યું. જો કે તેનું મેડલ જીતવાનું સપનું અધૂરું રહ્યું. ઝિયાઇંગ ઝેંગના બે પુત્રો અને તેના પતિ પણ તેની ઓલિમ્પિક ડેબ્યૂ મેચ જોવા માટે સ્ટેન્ડમાં હાજર હતા. તમને જણાવી દઈએ કે ઝિયાઈંગ ઝેંગનો જન્મ 1966માં થયો હતો અને તેની માતા ટેબલ ટેનિસ કોચ હતી. જલદી તેણીએ રેકેટ પકડવાનું શીખી લીધું, તે 11 વર્ષની ઉંમરે બેઇજિંગની સ્પોર્ટ્સ સ્કૂલમાં જુનિયર એલિટ ટીમમાં જોડાઈ અને 12 વર્ષની ઉંમરે પ્રોફેશનલ બની ગઈ હતી.

ઓલિમ્પિક પર્દાપણ પર આપ્યું નિવેદન

1/5
image

મોટા ભાગે યુવા એથલીટોની જેમ રમતમાં ભાગ લેવાની ઈચ્છા રાખતી હતી. ઓલિમ્પિક પર્દાપણ કરતા ઝેંગે કહ્યું- આ મારા જીવનનું સૌથી મોટું સપનું હતું. જ્યારે હું નાની હતી તો લોકો મને પૂછતા હતા કે મારૂ સપનું શું છે, તો હું કહેતી હતી- ઓલંપિયન બનવું.

58 વર્ષની ઉંમરે કર્યું પર્દાપણ

2/5
image

એક સમય પર રમતથી 20 વર્ષ દૂર અને ચીનથી ચિલી ગયા બાદ ઝીઈંગ ઝેંગે અંતે પોતાનું સપનું પૂરુ કર્યું છે. ઝેંગે 58 વર્ષની ઉંમરે પેરિસ ઓલિમ્પિકમાં પર્દાપણ કર્યું, જેનાથી તે સૌથી મોટી ઉંમરની એથલીટ બની ગઈ છે. 

પ્રથમ મેચમાં મળી હાર

3/5
image

પરંતુ 27 જુલાઈએ પ્રથમ રાઉન્ડમાં તે લેબનાનની મારિયાના સાહકિયન સામે 4-1થી હારી ગઈ હતી. તેમ છતાં ઝેંગ પાસે ગર્વ કરવા માટે ઘણા કારણ છે. રોયટર્સ અનુસાર તેના પતિ અને બે પુત્રો તેને ચીયર્સ કરવા માટે ત્યાં હાજર હતા અને ચીનમાં તેના 92 વર્ષના પિતા પુત્રીનું જીવનભરનું સપનું પૂરુ થતું જોઈ રહ્યાં હતા.   

પૂરુ કર્યું સપનું

4/5
image

ઝેંગે ગાર્જિયનને કહ્યું- મારી ઉંમરમાં તમારે ખુશીની સાથે રમવું જોઈએ ન કે ઉદાસિનતા સાથે. તેણે આગળ કહ્યું કે તેને ચિલી માટે રમવા પર ગર્વ છે, જ્યાં તે તાનિયા નામથી જાણીતી છે. તેણે કહ્યું- મને આ દેશથી પ્રેમ છે. હું ચીનમાં મારા સપનાને પૂરુ ન કરી શકી, પરંતુ અહીં મેં આ તે કર્યું છે. હાર ન માનવી મહત્વપૂર્ણ છે.

 

બાળપણમાં માતાનું કોચિંગ

5/5
image

એક રિપોર્ટ અનુસાર ઝેંગને 9 વર્ષની ઉંમર સુધી તેની માતાએ કોચિંગ આપ્યું હતું. પ્રોફેશનલ બનતા પહેલા તેણે નેશનલ જૂનિયર ચેમ્પિયનશિપની સાથે ઘણી પ્રાદેશિક ટૂર્નામેન્ટ જીતી હતી. 1983માં જ્યારે તે 16 વર્ષની હતી તો તેને ચીની નેશનલ ટીમમાં બોલાવવામાં આવી હતી. પછી 1986માં એક નિયમ પરિવર્તને તેને રમતથી દૂર કરી. ઝેંગ હંમેશા પોતાના વિરોધીઓને ભ્રમિત કરવા માટે પેડલ ઘુમાવતી હતી.