Chandra Grahan: પિતૃપક્ષમાં થશે ચંદ્રગ્રહણ! આ 4 રાશિવાળાના જીવનમાં આવશે 360 ડિગ્રી ચેન્જ

Chandra Grahan 2024 in Pitru Paksha : આકાશમાં અનેકવિધ અલગ અલગ ખગોળીય ઘટનાઓ બનતી હોય છે. તે પૈકીની જ એક મહત્ત્વની ઘટના છે ચંદ્રગ્રહણ. આગામી દિવસોમાં ભારતમાં જોવા મળશે ચંદ્રગ્રહણની સીધી અસર...

Chandra Grahan: પિતૃપક્ષમાં થશે ચંદ્રગ્રહણ! આ 4 રાશિવાળાના જીવનમાં આવશે 360 ડિગ્રી ચેન્જ

Chandra Grahan 2024 in Pitru Paksha : ગણેશોત્સવ શરૂ થઈ ગયો છે અને આ પછી પિતૃ પક્ષ શરૂ થશે. ભારતમાં પિતૃ પક્ષમાં વર્ષનું બીજું ચંદ્રગ્રહણ થવાનું છે. શું ચંદ્રગ્રહણ શ્રાદ્ધ પર્વની ધાર્મિક વિધિઓને અસર કરશે? આ ઉપરાંત જાણો ચંદ્રગ્રહણની લોકોના જીવન પર શું અસર પડશે. જાણો કઈ-કઈ રાશિઓ પર પડશે ચંદ્રગ્રહણનો સીધો પ્રભાવ...

ચંદ્રગ્રહણ એટલે શું?
આ ગ્રહણ પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ રેખામાં આવી જાય ત્યારે સર્જાય છે. તે તેમની ભ્રમણકક્ષાના કોણના કારણે રચાતી ખગોળીય ઘટના છે. તેમાં એવું થાય છે કે ચંદ્ર પૃથ્વીની છાયામાંથી પસાર થાય છે અને તે સીધી એક જ રેખામાં આવી જાય છે.

ભારતમાં ચંદ્રગ્રહણની તારીખ અને સમય-
આ વર્ષે પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2જી ઓક્ટોબર સુધી ચાલશે. 18 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ થવાનું છે. વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ભારતીય સમય અનુસાર 18 સપ્ટેમ્બરે સવારે 06:12 કલાકે શરૂ થશે અને ભારતીય સમય અનુસાર સવારે 10:17 સુધી ચાલશે.

શું આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે?
વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણની જેમ બીજું ચંદ્રગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં. આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા, પશ્ચિમ આફ્રિકા અને પશ્ચિમ યુરોપના દેશોમાં દેખાશે.

પિતૃપક્ષમાં 'ગ્રહણ'-
પિતૃપક્ષ કે શ્રાદ્ધ પક્ષમાં ચંદ્રગ્રહણની ઘટના સારી નથી, પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં ન દેખાતું હોવાથી શ્રાદ્ધ, તર્પણ, પિંડદાન વગેરે જેવા પિતૃઓ માટે કરવામાં આવતી વિધિઓ પર તેની કોઈ અસર નહીં થાય.

ચંદ્રગ્રહણની અસર રાશિચક્ર પર-
ભલે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ તેની અસર તમામ રાશિઓ પર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણનો સંયોગ 4 રાશિઓ માટે અશુભ સાબિત થઈ શકે છે. આ લોકોને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. જાણો કઈ કઈ રાશિઓ પર પડશે ચંદ્ર-ગ્રહણની સૌથી વધુ અસર...

મેષ-
મેષ રાશિના જાતકો પર આર્થિક સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. આર્થિક નુકસાન થઈ શકે છે. નોકરી અને ધંધામાં મુશ્કેલી આવી શકે છે. તણાવ અને ચીડિયાપણાના શિકાર બનશો.

સિંહ-
ચંદ્રગ્રહણ સિંહ રાશિના લોકોને આર્થિક મામલામાં નુકસાન પહોંચાડી શકે છે. કરિયરમાં મુશ્કેલીઓ આવી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે. કોઈનું ખરાબ કામ ન કરો.

મકર-
મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડી શકે છે. મિલકતને લઈને વિવાદ થઈ શકે છે. બિનજરૂરી ઝઘડામાં ન પડો અને તમારા ખર્ચને નિયંત્રણમાં રાખો.

મીન-
મીન રાશિના લોકોએ સાવધાનીથી લેવડ-દેવડ કરવી જોઈએ. કોઈ તમને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. ઉધાર ન આપો. આપવી જ હોય ​​તો લેખિતમાં લો. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news