Vastral News

શેરી મહોલ્લાની ખબર: અમદાવાદના વસ્ત્રાલમાં ગટરો અને ગંદકીનું સામ્રાજ્ય
ઝી 24 કલાક નો ખાસ કાર્યકર્મ શેરી મોહલા જેમાં આજે વસ્ત્રાલ વિસ્તારના રહીસો સાથે વાત કરીએ અને જાણીએ તેમની સમસ્યા અને કેમ નથી મળી રહી તેમને પ્રાથમિક સુવિધા અને રસ્તા, ગદકી, મચ્છર અને પાણી ની સમસ્યા અને amts બસ સેવા પણ નથી મળી રહી છેલ્લા 4 વર્ષ થી આ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે અહી પીવાના પાણી ની પણ સમસ્યા છે પાણીના કારણે લોકોને પેટની તકલીફ રહે છે વાળ પણ ઉતરી રહ્યા છે રસ્તો તો એટલો ખરબ છે કે બાળકો અને વૃદ્ધોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ અહી મચ્છર ના કારણે લોકોને ડેગ્યું સહિત અનેક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે અહીના રહીશોએ આ મામલે તેમને અનેક વખત રજુઆતો કરી પરતું હજુ સુધી તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
Jan 1,2020, 17:04 PM IST
વસ્ત્રાલ રતનપુર તળાવમાં ડ્રેનેડના પાણી ઠલવાતા સર્જાયો વિવાદ
શહેરનો વસ્ત્રાલ વિસ્તાર. આમ તો આ વિસ્તાર શહેરના ઝડપથી વિકસતા વિસ્તારમાં સામેલ છે. પરંતુ શહેરના પશ્ચિમ વિસ્તારોની સરખામણીમાં પૂર્વમાં આવેલો આ વિસ્તાર હજીપણ મ્યુનિસિપલ કોર્પોરેશનની અવગણતા અનુભવતો હોય એવુ લાગે છે. વસ્ત્રાલના રતનપુર તળાવ વિસ્તારમાં પહોળા રોડની સરખામણીમાં સિંગલ પટ્ટી રોડ, ઉભરાતી ગટરો અને નવા બની રહેલા તળાવમાં ડ્રેનેજના દૂષિત પાણીની સમસ્યાથી આ વિસ્તારના લોકો પરેશાન થઇ ગયા છે. તળાવમાં સતત ઠલવાતા ડ્રેનેજના પાણી અંગે અનેક રજૂઆત કર્યા બાદ પણ આ વિસ્તારના લોકોની સમસ્યાનુ કોઇ સમાધાન થયુ નથી. પરીણામે લોકો રોગચાળા અને મચ્છરોના ત્રાસથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
Jan 1,2020, 17:05 PM IST

Trending news