The world at it is the memoir of the obama white house News

બરાક ઓમાબા મનાવતા રહ્યા, પરંતુ PM મોદી ટસ ના મસ ન થયા, પુસ્તકનો દાવો
આમ તો સામાન્ય માન્યતા છે કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા હતા, ત્યારે પીએમ નરેંદ્ર મોદીની સાથે તેમના મિત્રતાભર્યા સંબંધો હતા. ત્યાં સુધી કે જ્યારે બરાક ઓબામા પહેલીવાર ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિના રૂપમાં ભારત આવ્યા તો પીએમ મોદીએ તેમને 'બરાક' કહીને સંબોધિત કર્યા. પરંતુ કૂટનીતિની દુનિયામાં રાષ્ટ્ર હિત સર્વોપરિ હોય છે. તેનું ઉદાહરણ 2015માં પીએમ નરેંદ્ર મોદીએ પેરિસ જલવાયુ કરારના અવસર પર બરાક ઓબામા સાથે વાતચીતમાં કરી. આ દાવો બરાક ઓબામાના પ્રવાસમાં તેમની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ટોચના સલાહકાર રહેલા બેન રોડ્સે પોતાના પુસ્તક 'ધ વર્લ્ડ એટ ઇટ ઇઝ: એ મેમોઇર ઓફ ધ ઓબામા વ્હાઇટ હાઉસ'માં કરી છે. આ પુસ્તક 6 જૂનના રોજ બજારમાં આવવાનું છે.  
Jun 6,2018, 17:14 PM IST

Trending news