બરાક ઓમાબા મનાવતા રહ્યા, પરંતુ PM મોદી ટસ ના મસ ન થયા, પુસ્તકનો દાવો
Trending Photos
વોશિંગ્ટન: આમ તો સામાન્ય માન્યતા છે કે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા હતા, ત્યારે પીએમ નરેંદ્ર મોદીની સાથે તેમના મિત્રતાભર્યા સંબંધો હતા. ત્યાં સુધી કે જ્યારે બરાક ઓબામા પહેલીવાર ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિના રૂપમાં ભારત આવ્યા તો પીએમ મોદીએ તેમને 'બરાક' કહીને સંબોધિત કર્યા. પરંતુ કૂટનીતિની દુનિયામાં રાષ્ટ્ર હિત સર્વોપરિ હોય છે. તેનું ઉદાહરણ 2015માં પીએમ નરેંદ્ર મોદીએ પેરિસ જલવાયુ કરારના અવસર પર બરાક ઓબામા સાથે વાતચીતમાં કરી. આ દાવો બરાક ઓબામાના પ્રવાસમાં તેમની વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં ટોચના સલાહકાર રહેલા બેન રોડ્સે પોતાના પુસ્તક 'ધ વર્લ્ડ એટ ઇટ ઇઝ: એ મેમોઇર ઓફ ધ ઓબામા વ્હાઇટ હાઉસ'માં કરી છે. આ પુસ્તક 6 જૂનના રોજ બજારમાં આવવાનું છે.
'ભારતને મનાવવું એકદમ કઠીન હતું'
2015માં પેરિસ જલવાયુ કરાર દરમિયાન રોડ્સ રણનીતિક વાર્તાના મામલે ઓબામાના ઉપ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. તેમણે પોતાના પુસ્તકમાં ખુલાસો કર્યો છે. ''જ્યારે અમે પેરિસ પહોંચ્યા તો સૌથી મોટું કામ ભારતને મનાવવાનું હતું.'' જલવાયુ કરાર દરમિયાન ભારત-અમેરિકા વચ્ચે અંતિમ પ્રવાસની વાતચીતની વિસ્તૃત માહિતી આપતાં રોડ્સ કહે છે કે ભારતને મનાવવા માટે બરાક ઓબામાએ ત્યાંના બે વાર્તાકારો સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરી, પરંતુ તેમાં તેમને સફળતા ન મળી.
પીએમ મોદી-બરાક ઓબામાની મુલાકાત
રોડ્સે લખ્યું છે કે ''લગભગ એક કલાક સુધી પીએમ મોદી આ તથ્ય પર ભાર મૂકતા રહ્યા કે તેમના 30 કરોડ લોકો પાસે વિજળી નથી અને ભારતીય અર્થવ્યવસ્થાને વૃદ્ધિ માટે કોલસો સૌથી સસ્તુ માધ્યમ છે. તેમને પર્યાવરણની ચિંતા છે, પરંતુ તેમને ગરીબી સામે ઝઝૂમી રહેલા લોકોની પણ ચિંતા કરવાની છે. ઓબામાએ તેમને સૌર ઉર્જાના ક્ષેત્રમાં ભરેલા પગલાં, બજારમાં પરિવર્તનના કારણે સ્વચ્છ ઉર્જાની પડતર કિંમતમાં આવેલા ઘટાડા જેવી દલીલો આપી.''
પુસ્તક અનુસાર ''પરંતુ અત્યાર સુધી તેમણે આ ભેદભાવ પર કંઇ કહ્યું નથી કે અમેરિકા જેવા દેશોએ પોતાનો વિકાસ કોલસા દ્વારા કર્યો અને હવે તે ભારત પાસે આમ કરાવવાની માંગ કરી રહ્યું છે. બરાક ઓબામાએ અંતમાં કહ્યું કે જુઓ હું મારું માનવું છું કે યોગ્ય નથી. હું આફ્રીકા-અમેરિકા છું. મોદી જાણીજોઇને હસ્યા અને પોતાના હાથની તરફ જોયું. તે ખૂબ દુખી લાગતા હતા.'
ઓબામાએ કહ્યું ''મને ખબર છે કે મોડા શરૂઆત કરવી કેવું હોય છે, અને પોતાના ભાગ કરતાં વધુ મહેનત કરવા માટે કહેવું અને આમ બતાવવું કે કોઇ ભેદભાવ થયો નથી, કેવું લાગે છે, પરંતુ હું તેના ધાર પર પોતાની પસંદ નક્કી કરીશ, તમારે પણ આમ ન કરવું જોઇએ. રોડ્સે કહ્યું કે 'મેં ઓબામાને કોઇ બીજા નેતાને આ પ્રકારની વાત કરતાં સાંભળ્યા નથી. એવું લાગે છે કે મોદી તેમની આ પહેલના વખાણ કર્યા. તેમણે ઉપર જોયું અને હાં મા માથું હલાવ્યું.
આ પહેલાંના ઘટનાક્રમ વિશે પણ તે લખે છે, ''આપણો ભારતના વડાપ્રધાન નરેંદ્ર મોદીને મળવાનો કાર્યક્રમ હતો. ઓબામા અને અમે લોકો બેઠક રૂમની બહાર રાહ જોઇ રહ્યા હતા. ત્યારે મોદી પહેલાં ભારતીય પ્રતિનિધિમંડળ ત્યાં પહોંચ્યું.
રોડ્સ લખે છે ''ઓબામાએ તેમની સાથે વાતચીત કરવા માટે કહ્યું તેમની વચ્ચે 20 મિનિટ સુધી વાત થઇ. ઓબામા ગલીમાં ઉભેલા બે ભારતીય વાર્તાકારો સાથે વાતચીત કરતા રહ્યા. હું બાજુમાં ઉભો રહીને મારા બ્લેકબેરી (મોબાઇલ ફોન)ને જોઇ રહ્યો હતો. જ્યારે ઓબામા સૌર ઉર્જાની વાતો કરી રહ્યા હતા. આ અભૂતપૂર્વ હતું, આ પ્રોટોકોલનો ભાગ ન હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે