Temples in gujarat News

ગુજરાતના પ્રસિદ્ધ મંદિરો ખોલવાને લઈને મંદિર ટ્રસ્ટો દ્વારા કરાઈ આ જાહેરાત
8મી અનલોક 1માં ગુજરાતભરના મંદિરો ખોલવાના આદેશ અપાયા છે. ત્યારે ભક્તો પણ મંદિરોમાં દર્શન કરવા માટે આતુર છે. પરંતુ તકેદારીના ભાગરૂપે ગુજરાતના કેટલાક મંદિરોના દ્વાર 8મીએ નહિ ખૂલે. એવા અનેક મંદિરો છે, જેઓએ 8મી જૂને મંદિર ન ખોલવાનો નિર્ણય કર્યો છે. સાળંગપુરનું સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિરના ભક્તોએ હજુ દર્શન માટે જોવી રાહ જોવી પડશે. સરકારની સૂચના મુજબ 8 તારીખે મંદિરો ખોલી શકાશે, પરંતુ વડતાલ મંદિરના આદેશ મુજબ 17 જૂનથી મંદિર ખોલવાનો નિર્ણય કરાયો છે. અન્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભક્તોએ દર્શનની જોવી પડશે રાહ જોવી પડશે. ત્યાં સુધી ભક્તો ઓનલાઈન દર્શન કરી શકશે. મંદિર ખૂલ્યા બાદ દર્શન માટે સરકારના નિયમ મુજબ 20 વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે. માસ્ક વગરના કોઈપણ વ્યક્તિને પ્રવેશ તેમજ મંદિરમાં દર્શન નહિ કરી શકે.
Jun 6,2020, 8:03 AM IST
Photo : ચમત્કારિક છે ગુજરાતના આ કૂવાનું પાણી, લોકો પાણી ભરીને લઈ જાય છે પ્
કુવાના કાંઠે બેડા મુકીને ડોલ સાથે દોરડા બાંધીને કુવામાંથી પાણી સીંચીને બેડા ભરતી મહિલાઓને જોઇને સામાન્ય રીતે એવું લાગે કે આ ગામમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ શરૂ થઇ ગઈ છે. જોકે, મોરબી નજીકના શકત શનાળા ગામે ઘરે ઘરે પાણી આવે છે અને આ ગામ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં પણ આ ગામની મહિલાઓ તેમના ઘરે પીવા માટે કુવામાંથી પાણી ભરીને લઈ જાય છે. મોરબી જિલ્લામાં શકત શનાળા ગામ આવેલું છે અને આ ગામમાં લોકોને ઘરે ઘરે પાણી આવે છે. તેમ છતાં પણ ગામના દરેક ઘરેથી મહિલાઓ ગામના મંદિર પાસે આવેલ એક કુવામાંથી પીવાના પાણી માટે દિવસમાં ઓછામાં ઓછુ એક બેડું ભરવા માટે આવે છે. કેમ કે લોકો માને છે કે,  માતાજીના મંદિરમાં આવેલા કુવાનું પાણી પીવાથી તે લોકો નિરોગી રહે છે. આ પાછળ એક લોકવાયકા છુપાયેલી છે. 
Apr 7,2019, 8:58 AM IST

Trending news