Students protest News

નો સ્કુલ... નો ફી : ગુજરાતભરના વાલીઓ સ્કૂલોની મનમાની સામે મેદાને ઉતર્યાં
ફી માટે દબાણ કરતી, પુસ્તક સહિતની સામગ્રી શાળામાંથી જ લેવા દબાણ કરતી શાળાઓ સામે વાલીઓએ આંદોલન છેડ્યું છે. આ આંદોલન ઓનલાઈન છે. વાલીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો છે. આજથી 20 જૂન સુધી વાલીઓ ઘરે રહી સોશિયલ મીડિયાના માધ્યમથી ખાનગી શાળાઓ જે વાલી પર દબાણ કરી રહી છે તેમનો વિરોધ કરશે. આ આંદોલન મામલે વાલીઓએ કહ્યું કે, શાળાઓ ધમકાવે છે કે ફી ભરો નહિ તો માર્કશીટ નહીં આપીએ. બાળકને ઓનલાઈન અભ્યાસ નહિ કરાવીએ. નવા સત્રના પુસ્તક નહીં આપીએ. કેટલીક શાળાઓની હિંમત એટલી વધી છે કે સ્પષ્ટ વાલીઓને કહે છે કે જ્યાં કહેવું હોય કહી દો, જે કરવું હોય કરો પણ ફી પુરી ભરવી જ પડશે. ત્યારે હવે વાલીઓ નિ:સહાય બન્યા છે. આખરે વાલીઓ મેદાનમાં આવ્યા છે અને કાળી પટ્ટીના સહારે વિરોધ દર્શાવી રહ્યાં છે. 
Jun 14,2020, 13:34 PM IST
બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા : વિદ્યાર્થીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં
રાજ્ય સરકાર (Gujarat) ના એક નિર્ણયથી હજારે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા છે. ધોરણ 12ના લાયકાત પર બિન સચિવાલય ક્લાર્કની (Bin Sachivalay Clerk Exam) પરીક્ષા માટે પહેલા તો ફોર્મ ભરાવ્યા, અને જ્યારે પરીક્ષાની તારીખ આવી ત્યારે નિયમોમાં બદલાવ કરીને લાયકાત સ્નાતક કરવામાં આવી. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરી રહેલા હજારો વિદ્યાર્થીઓ તથા તેમના માતાપિતાનો રોષ ફાળી નીકળ્યો છે. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આજે ગાંધીનગર (Gandhinagar) માં કર્મયોગી ભવન રજૂઆત કરવા પહોંચ્યા હતા, અને પોતાનો વિરોધ (Protest) સરકાર સામે દર્શાવ્યો હતો. આમ, રાજ્યભરમાં અનેક વિદ્યાર્થીઓએ સરકાર સામે છેલ્લે સુધી લડી લેવાની પણ ચીમકી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ અને સામાન્ય વહીવટ વિભાગ વચ્ચે બે વાગ્યે બેઠક છે. જેમાં શું ચર્ચા થાય છે તે જોવું રહ્યું. 
Oct 14,2019, 11:49 AM IST

Trending news