સુરતની ઘટનાના રાજ્યભરમાં પડઘા પડ્યા, ABVPએ ઉગ્ર વિરોધ કરી યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય બંધ કરાવ્યું
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સુરતમાં ABVP ના વિદ્યાર્થીઓને પોલીસે માર માર્યા બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા છે. રાજ્યભરમાં ABVPએ ઉગ્ર વિરોધ કરી યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન વડોદરા, રાજકોટ, જામનગર, મહેસાણા, પાટણ, ભાવનગર સુધી ફેલાયુ હતું. સુરત પોલીસ વિરૂદ્ધ શૈક્ષણિક કાર્યનો બહિષ્કારનું આંદોલન શરૂ કર્યું હતું. આખા રાજ્યની યુનિવર્સિટીઓમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.
સુરતમાં બનેલી ઘટનાનો વડોદરામાં ABVPએ વિરોધ કર્યો હતો. ABVPના કાર્યકરો યુનિવર્સિટીના હેડ ઓફિસ પર વિરોધ કરવા પહોંચ્યા હતા. હાથમાં ABVPના ઝંડા અને પોસ્ટર સાથે વિરોધ કર્યો હતો. ABVP કાર્યકરોએ ગેટ પર પોતાના ઝંડા લગાવ્યા અને ગેટ પર ચઢી કર્યા ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરત પોલીસ સામે હાય હાયના નારા લગાવ્યા હતા. તો જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી નહી થાય તો હજી ઉગ્ર આંદોલન કરીશું તેવું ABVPએ કહ્યું હતું. આગામી સમયમાં વડોદરાથી 10000 કાર્યકરો સુરત જશે.
આ પણ વાંચો : વડોદરા : પત્ની-દીકરીના હત્યારા પતિએ ગૂગલ અને યુટ્યુબ પર ઝેરી દવાઓ વિશે સર્ચ કર્યું હતું, પછી ખેલ પાડ્યો
રાજકોટ-સુરતમાં VNSGU માં ગરબા દરમિયાન પોલીસ દ્વારા વિધાર્થીઓને માર મારવાનો મામલે ABVP દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરાયુ હતું. ABVP ના કાર્યકરો દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને બંધ કરવાની ચીમકી આપી છે. ABVP ના વિરોધ પ્રદર્શનને લઈને યુનિવર્સિટી ખાતે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે.
સુરતની ઘટનાના પગલે જામનગરમાં ABVP દ્વારા આક્રમક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. ABVP દ્વારા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી બંધ કરાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ABVP દ્વારા તાળાબંધી કરાઇ હતી. આયુર્વેદ યુનિવર્સિટીમાં વહીવટી અને શૈક્ષણિક કાર્ય બંધ કરાવાયું હતું. સુરતની ઘટનામાં દોષિત પોલીસ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા ઉગ્ર માંગ કરાઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે