Stealing News

ચોરી કરવા માટે ઓરિસ્સાથી સ્પેશ્યલ પ્લેન દ્વારા સુરત આવતા હાઇફાઇ ચોરની ધરપકડ, ઉદ્યોગપ
તમે ચોરી કરતી અને ગેંગો વિશે સાંભળ્યું હશે કેટલાક એવા સાચોર વિશે પણ સાંભળ્યુ હશે. જે જબરજસ્ત મોડસ ઓપરેન્ડીથી ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. જેને પોતાની ગેંગ ક્યારેય બનાવી નથી, કારણ કે તેને ડર હતો કે જો કોઈ પણ વ્યક્તિ ફૂટી જાય તો તેની ધરપકડ થઈ શકે છે. શહેરના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાંથી ચોરી કરનાર અને ઘણી ચોરીઓ માટે તે પોતાના વતનથી વિમાનમાં આવતો હતો. છેલ્લા 6 વર્ષથી આ આરોપી 30થી વધુ ચોરીની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે. બ્રાન્ડેડ વસ્તુઓ પહેરવાનો અને વસાવવાનો શોખ રાખતો આ શાતીર ચોર ઓડીસાથી સુરત ફ્લાઈટમાં આવતો હતો. સુરત ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડી લાખો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
Feb 25,2021, 17:28 PM IST
15 લાખનાં સોનાના ચાંદીના ચોરી કરનાર ઇરાની ગેંગની રાજકોટ ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ
ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઇરાની ગેંગને પકડી પાડી છે. ભૂજના જ્વેલર્સમાંથી 15 લાખના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થયા હતા. જો કે ચોરીના મુદ્દામાલ સાથે રેલવે સ્ટેશનથી પોતાના વતન જતા હતા દરમિયાન પોલીસે તેને પકડી પાડ્યા છે. જો કે આ ઇરાની ગેંગ અનેતેની મોડસ ઓપરેન્ડી ખુબ જ આશ્ચર્યજનક છે. રાજકોટ પોલીસના સકંજામાં રહેલા ઇરાની ગેંગના બે સાગરીતો છે. આ બંન્નેનાં નામ ગુલામઅબ્બાસ ઉર્ફે મીસમ શેખ અને ગુલામ ઉર્ફે સુલતાન ઉર્ફે ગુજજી ઉર્ફે ટીંગના સુલેમાનશા છે. આ શખ્સો ભૂજના એક જ્વેલર્સમાં ચાર દિવસ પહેલા ચોરી કરીને રાજકોટના રેલવે સ્ટેશનથી મુંબઇ તરફ ફરાર થઇ રહ્યા હતા. દરમિયાન પોલીસે બાતમીના આધારે  આ બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે આ શખ્સો પાસેથી ચોરીમાં ગયેલા સોનાના સિક્કા 5 ગીની અને સોનાના રો મટીરીયલ 70 ટુકડા મળીને અંદાજિત 14 લાખ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
Dec 19,2020, 22:06 PM IST
લોકડાઉન બાદ બેરોજગાર થયેલા યુવાનો ઝડપી પૈસા કમાવા વાહન ચોરીના રવાડે ચડ્યાં
 રૂપિયા કમાવા માટે શોર્ટકર્ટ અપનાવવું 3 યુવક ને ભારે પડ્યું. સરદારનગર પોલીસે ઝડપથી પૈસા કમાવવા માટે વાહન ચોરીનાં રવાડે ચડેલા કરતા 3 આરોપીઓને ઝડપી વધુ ગુનાના ભેદ ઉકેલવાની દિશામાં તપાસ શરુ કરી છે. સરદારનગરમાં રહેતા અને લોકડાઉન પછી 3 યુવાનોએ ઝડપથી પૈસા કમાવવા માટે શોર્ટકર્ટ અપનાવ્યો અને  મિત્રોએ  વાહનચોરીનાં રવાડે ચડી ગયા. નાની  ઉંમરે પૈસાદાર થવા માટે આ 3 એ યુવક શહેરના અલગ વિસ્તારમાં બાઈક એક્ટિવા અને રીક્ષાની ચોરી કરતા હતા. બાદમાં સસ્તા ભાવે દસ્તાવેજ વગરજ વેચી દેતા. જે કેસમાં સંડોવાયેલા આરોપી  સ્વરૂપ મેઘરનજન, મિતેષ બાબુ બારોટ, સાગર ગોપલાની હાલ પોલીસે ધરપકડ કરી છે. વધુ પુછપરછ શરુ કરી છે.
Jul 10,2020, 1:20 AM IST

Trending news