SURAT: શહેરના પોશ વિસ્તારમાં નોકરાણી તરીકે નોકરી મેળવી ચોરી કરતી નેપાળી મહિલાઓ ઝડપાઇ
Trending Photos
સુરત : સૌથી પોશ ગણાતા વેસુ સિટીલાઇટ વિસ્તારમાં નોકરાણી તરીકે કામ પર લાગ્યા બાદ ચોરીને અંજામ આપતી નેપાળી મહિલા ગેંગ ઘણા લાંબા સમયથી સક્રિય હતી. જો કે થોડા દિવસો અગાઉ એક મકાનમાં ચોરી થયા બાદ પોલીસે આ દિશામાં તપાસ ચાલુ કરી હતી. ખાસ કરીને રસ્તા પર લાગેલા સીસીટીવીની મદદથી બંન્ને નોકરાણીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી લીધી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પુછપરછમાં એક તબક્કે મહિલાની વાતો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સુરત શહેરના સૌથી પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી નોકરાણી તરીકે કોઇ વ્યક્તિના લાગ્યા બાદ મહિલા દ્વારા આ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. જો કે ચોરીની ઘટનામાં નેપાળી મહિલાઓ હોવાની વિગતો પણ મળી છે. આ ઉપરાંત ગત્ત 4 તારીખે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા અભિષેક બંગલોના 1 મકાનમાં બે મહિલાઓ નોકરાણી તરીકે નોકરી લાગ્યા બાદ માલિકનો વિશ્વાસ કેળવીને મોટો હાથ ફેરો કર્યા બાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઇ જતા હતા.
જો કે દોઢેક લાખ રૂપિયાની મત્તાની ચોરી થયા બાદ પોલીસે આ દિશામાં ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. ત્યારે આ સમગ્ર કાંડ બહાર આવ્યો હતો. પોલીસે સીટીલાઇટ વિસ્તારનાં અનેક સીસીટીવી ચેક કર્યા બાદ બે શંકાસ્પદ મહિલાઓની ઓળખ કરી હતી. આ તમામ વિગતોને આધારે પોલીસે કેલાજી કલાલી (નેપાળ)સીતા ઉર્ફે સીતલી તન વિશ્વાકર્મા જવરસીંગ વિશ્વાકમાં જયારે પથોરીયા -૨ , થાના . કૈલાલી જી.કેલાલી (નેપાળ) અને હાલમાં , ગૌરીશંકર સોસાયટી , પનાસ ગામ સુરત તથા અમરતલાવાડી , કતારગામ માં રહેતી રીમા ઉર્ફે તારા બલ બહાદુર વિશ્વાકર્મા ગૌપાલ ઉર્ફે રણસીંગ વિશ્વાકર્માઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે