15 લાખનાં સોનાના ચાંદીના ચોરી કરનાર ઇરાની ગેંગની રાજકોટ ક્રાઇમબ્રાંચે કરી ધરપકડ
Trending Photos
રાજકોટ : ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ઇરાની ગેંગને પકડી પાડી છે. ભૂજના જ્વેલર્સમાંથી 15 લાખના સોનાના દાગીનાની ચોરી કરીને ફરાર થયા હતા. જો કે ચોરીના મુદ્દામાલ સાથે રેલવે સ્ટેશનથી પોતાના વતન જતા હતા દરમિયાન પોલીસે તેને પકડી પાડ્યા છે. જો કે આ ઇરાની ગેંગ અનેતેની મોડસ ઓપરેન્ડી ખુબ જ આશ્ચર્યજનક છે. રાજકોટ પોલીસના સકંજામાં રહેલા ઇરાની ગેંગના બે સાગરીતો છે. આ બંન્નેનાં નામ ગુલામઅબ્બાસ ઉર્ફે મીસમ શેખ અને ગુલામ ઉર્ફે સુલતાન ઉર્ફે ગુજજી ઉર્ફે ટીંગના સુલેમાનશા છે. આ શખ્સો ભૂજના એક જ્વેલર્સમાં ચાર દિવસ પહેલા ચોરી કરીને રાજકોટના રેલવે સ્ટેશનથી મુંબઇ તરફ ફરાર થઇ રહ્યા હતા. દરમિયાન પોલીસે બાતમીના આધારે આ બંન્ને શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે આ શખ્સો પાસેથી ચોરીમાં ગયેલા સોનાના સિક્કા 5 ગીની અને સોનાના રો મટીરીયલ 70 ટુકડા મળીને અંદાજિત 14 લાખ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
શું છે મોડસ ઓપરેન્ડી?
પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો ઇરાની ગેંગના નામે ઓળખાય છે. મોટા જ્વેલર્સને નિશાન બનાવે છે. આ શખ્સો ધાર્મિક વિધી માટે સોનાના સિક્કાની ખરીદી માટે જાય છે. વેપારીને તેના રૂપિયા અલગ રાખવાનું કહીને વાતો કરાવે છે. વેપારીની નજર ચૂકવીને ત્યાં રહેલા સોનાના દાગીના લઇને ફરાર થઇ જાય છે. અત્યાર સુધીમાં આ ટોળકીએ ગુજરાતના વલસાડ, વિસનગર, રાજસ્થાનના શિરોહી તથા અલગ અલગ 10 જેટલી જગ્યાએ, દિલ્હી તથા કલકતામાં ચોરીને અંજામ આપી ચૂક્યા છે.
પોલીસના કહેવા પ્રમાણે બંન્ને આરોપી પૈકી ગુલામઅબ્બાસ વિરુધ્ધ દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે સુલતાન વિરુધ્ધ દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતમાં ગુના નોંધાઇ ચૂક્યા છે. હાલ પોલીસ આ બંન્ને શખ્સોની વધુ તપાસ હાથ ધરી રહી છે. આ ટોળકીએ કેટલા ગુનાઓને અંજામ આપ્યા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.ત્યારે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવાનું રહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે