Social service News

આદિવાસીઓના ઉત્થાન માટે આ મહિલાએ આખી જિંદગી ખર્ચી નાંખી, હવે મળ્યુ દેશનુ સર્વોચ્ચ સન્
Jan 26,2022, 9:53 AM IST
બોપલ પોલીસ અને સામાજિક કાર્યકરનું માનવીય પાસુ જોઇને ચોંકી ઉઠશો !
પોલીસ કડક હાથે કામ લેતી તમે ઘણી વાર જોઈ હશે. જો કે ક્યારેક ક્યારેક કેટલાક પોલીસ અધિકારી કે કર્મચારીનું માનવીય પાસુ પણ સામે આવી જતું હોય છે. એક 5 વર્ષનું બાળક જે બે દિવસ પેલા બોપલ બ્રીજ નીચેથી મળ્યું હતું તે બાળકની 2 દિવસથી પોલીસ સ્ટેશનમાં પરિવારની જેમ રહી રહ્યું છે. મહાશિવ રાત્રીના દિવસે એક મજુર ફેમિલીએ તેમનું 5 વરસનું બાળક તેમના એક સગાવાલાના ઘરે 2 દિવસ માટે મોકલ્યું હતું. પરંતુ તે બાળક તેમનાથી છુટુ પડી ગયું હતું. તે પછી બાળક બોપલ બ્રીજ નીચેથી મળી આવ્યું હતું. તે બાળકને પોલીસે બે દિવસ સુધી પોતાની સાથે રાખ્યું. બીજી તરફ તેના માતા પિતાની શોધખોળ શરૂ કરી. તે 2 દિવસ દરમિયાન બાળકને જરા પણ એકલા પણું લાગવા દીધું નહોતું. આ બાળકને સમગ્ર સ્ટાફ દ્વારા ખુબ જ લાડકોડથી રાખવામાં આવ્યું હતું અને સાચવવામાં આવ્યું હતું. બે દિવસ બાદ આજે સવારે આ બાળકના માતા-પિતા બાળકને શોધતા-શોધતા બોપલ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા અને ત્યાં પોલીસ દ્વારા તેના માતા-પિતાની વેરીફાઇ કરી બાળકને માતા-પિતાની હવાલે કરવામાં આવ્યું હતું.
Feb 26,2020, 23:28 PM IST

Trending news