Gujarat Assembly Election 2022: બાયડની ટિકિટ કપાયા બાદ જસુભાઇ પટેલનું દર્દ છલકાયું! કહ્યું; 'પાર્ટીએ ગોટાળા કરનાર, ચોખઠા ગોઠવનાર અને વેપાર કરનારને ટિકિટ આપી'
Gujarat Election 2022:બાયડની ટીકીટ કપાયા બાદ જસુભાઈ પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાયડ બેઠકમાં ટીકીટ ના મળતા મને કોઇ મન દુઃખ નહીં. લોકસેવા એ મારો સિદ્ધાંત છે.
Trending Photos
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. તેમ છતાં અનેક પાર્ટીમાં ટિકિટ કપાતા રિસામણા અને મનામણા જોવા મળી રહ્યા છે. ગુજરાત કોગ્રેસે બાયડ ખાતે ટિકિટ ન આપતા જસુભાઇ પટેલ નારાજ થયા હોવાની માહિતી મળી હતી. પરંતુ બાદમાં તેમણે જણાવ્યું હતું કે, હું લોકસેવા અને સમાજ સેવા કરીશ.
બાયડની ટીકીટ કપાયા બાદ જસુભાઈ પટેલે એક મોટું નિવેદન આપ્યું છે. જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે, બાયડ બેઠકમાં ટીકીટ ના મળતા મને કોઇ મન દુઃખ નહીં. લોકસેવા એ મારો સિદ્ધાંત છે. પાર્ટી એ મને ઓળખ્યો નહીં અથવા મારી કોઈ ભૂલ હશે. પાર્ટીએ ગોટાળા કરવાવાળા અથવા ચોખટા ગોઠવવા વાળા અને વેપાર કરવા વાળાને ટીકીટ આપી છે. પરંતુ મારી લોકસેવા એ જ રણનીતિ હશે. કોંગ્રેસમાં રહેવું કે ના રહેવું એ આગળ જોઈશું.
ઉલ્લેખનીય છે કે, આજે 14 જિલ્લાની 93 બેઠકો પર બાકીના ઉમેદવારો ફોર્મ ભરશે. બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં અંદાજીત 900થી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે દરેક પાર્ટીમાં અનેક નેતાઓની ટિકિટ કપાતા નારાજગી ચાલી રહી છે. આજે બાકીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે.
આ પણ વીડિયો જુઓ:-
જો કે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ચૂંટણી લડનાર ઉમેદવારોનો ફાઈનલ આંકડો આજે જાહેર થતા ચિત્ર સ્પષ્ટ થશે. પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેટકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચની ટીમે ઉમેદવારી ફોર્મની સ્ક્રુટીની કરી દેવાઈ છે. અને સ્ક્રુટિની બાદ 999 ઉમેદવારી ફોર્મ માન્ય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે