Saurastra rain News

સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ, દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. દરિયા કાંઠા વિસ્તારમાં વરસાદની દે ધનાધન બેટિંગ જોવા મળી રહી છે. અહીં સુત્રાપાડા, કોડીનાર અને ઉનાના દરિયા કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૂત્રાપાડામાં 8 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. કોડીનારમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ગામોમાં વરસાદ ખાબક્યો છે. તો વેરાવળમાં પોણા 1.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તાલાલા અને ગીર ગઢડામાં ધીમીધારે વરસાદની શરૂઆત થઈ છે. ધોધમાર વરસાદથી દરિયા કાંઠાના મુખ્ય રસ્તાઓ પર ઢીંચણ સમા પાણી ભરાયા છે. આમ, લાંબા બ્રેક બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું આગમન થયું છે. 
Aug 4,2020, 8:58 AM IST

Trending news