ગુજરાતમાં અહીં પેટ્રોલ ભરાવતા નહીં! પેટ્રોલમાં પાણી મિક્સ, વાહનો બગડ્યા તો ચાલકો લાલચોળ

Paten News : પાટણના દુધારામપુરા-દુનાવાડ માર્ગ પર આવેલા નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ સાથે પાણી આવતું હોવાનો વાહનચાલકોએ આક્ષેપ કરતા દોડધામ મચી છે. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યા બાદ વાહનો બંધ પડી જતા વાહનચાલકોએ પંપ પર પહોંચી હોબાળો મચાવ્યો હતો.

ગુજરાતમાં અહીં પેટ્રોલ ભરાવતા નહીં! પેટ્રોલમાં પાણી મિક્સ, વાહનો બગડ્યા તો ચાલકો લાલચોળ

ઝી બ્યુરો/પાટણ : પાટણના દુધારામપુરા- દુનાવાડા માર્ગ પર ખાનગી કંપનીના પેટ્રોલ પંપમાં પાણી મિકસ પેટ્રોલ ડીઝલ આવતું હોવાના આક્ષેપ સાથે વાહન ચલાકોએ પેટ્રોલ પમ્પ ખાતે ભારે હોબાળો કર્યો હતો અને તેમના વાહનો સાથે પેટ્રોલ પમ્પ ખાતે વિરોધ નોંધાવ્યો હતો. 

આ અંગે પુરવઠા અને તોલમાપ કચેરીમાં આ અંગેની ફરિયાદ મળતાં કચેરી દ્વારા પેટ્રોલ પમ્પની તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસમાં તથ્ય જણાતા પેટ્રોલ-ડીઝલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ટીમ દ્વારા ખાનગી પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ જથ્થો 6061 લીટર અને ડીઝલ 14767 લીટર જથ્થો મળી કુલ રૂ. 19,05490 માલ સીલ કરાયો હતો.

પાટણ પંથકના દુઘારામપુરા-દુનાવાડા ગામના માગૅ પર આવેલા ખાનગી કંપનીના પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ-ડિઝલ પુરાવનાર ગ્રાહકોએ આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડિઝલની સાથે સાથે પાણી આવતું હોવાના આક્ષેપ કરી પેટ્રોલ પંપ પર હંગામો મચાવ્યો હતો. આ મામલે વિરોધ પ્રદર્શિત કરી પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડિઝલની જગ્યાએ પાણી આવતું હોવાની તપાસ મામલે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે અંગેની ફરિયાદ જિલ્લા પુરવઠા અધિકારી પાટણ તથા તેમની ટીમ તેમજ તોલમાપ અધિકારી તથા તેમની ટીમ અને ખાનગી કંપનીની ટીમ દ્વારા પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવેલ હતી. 

જે તપાસમાં પેટ્રોલ અને ડીઝલમાં પાણી ભેળસેળ હોવાનું જોવા મળ્યું હતું. તથા છેલ્લા ત્રણ દિવસથી પેટ્રોલ પંપ પરના સી.સી.ટી.વી. કેમેરા બંધ હોવાનું જણાઈ આવેલ જે ઉક્ત ક્ષતિઓ અંતર્ગત ધી ગુજરાત આ.ચી.વ.પરવાના નિયંત્રણ અને જથ્થા જાહેરાત આદેશ-૧૯૮૧ ની કલમ અને તે લગત પરવાનાની શરતોનું ઉલ્લંધન કર્યાનું જણાઈ આવતા ઉક્ત કાયદાની કલમ-૨૬થી મળેલ અધિકારની રુએ અધિકારીઓ દ્વારા પેટ્રોલ પંપ પરના પેટ્રોલ અને ડીઝલના જથ્થા (કલમ-૬ એ) સીઝ કરવામાં આવ્યો હતો. 

અધિકારીની ટીમ દ્વારા પેટ્રોલ પંપ પરથી તપાસ દરમિયાન સીઝ કરાયેલ પેટ્રોલનો 6061 લીટર જથ્થો કિ. રૂ. 574097.92 અને ડીઝલ નો 14767 લીટર જથ્થો કિ. રૂ. 1331392.72 મળી કુલ રૂ. 19,05490 નો પેટ્રોલ ડીઝલનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news