Recruitment scam News

VADODARA: એમ.એસ યુનિવર્સિટીમાં પણ ભરતી કૌભાંડ, શિક્ષિકા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી
શહેરની એમ એસ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડના આક્ષેપ મામલે રાજ્ય સરકારે તપાસ સમિતિ બનાવી છે, જે સમિતિના સભ્યોએ સતત બીજા દિવસે યુનિવર્સટીમાં તપાસ કરી સેનેટ સિન્ડિકેટ સભ્યોના નિવેદનો લીધા હતા. એમ એસ યુનિવર્સિટીના સેનેટ સિન્ડિકેટ સભ્યો અને ધારાસભ્ય કેતન ઈનામદારે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખી ભરતી કૌભાંડની તપાસ કરાવવા માંગ કરી હતી. જેના આધારે સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રિન્સિપાલ એ એસ રાઠોડ અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીનાં પ્રિન્સિપાલ આર એમ મોડની બે સભ્યોની કમિટી બનાવી યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં તપાસ કરવાના આદેશ આપ્યા છે. 
Oct 29,2021, 17:31 PM IST
રાજકોટ: દિલીપ સખીયાને D Company સાથે સંબંધો, સોનાની દાણચોરી અને ભરતીમાં ભ્રષ્ટાચારના
ડેરીના ચેરમન ગોવિંદ રાણપરીયાએ કિશાન સંઘના પ્રમુખ દિલીપ સખીયા સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, દિલીપ સખીયાએ સટામાં 10 કરોડનો ચૂનો લગાવ્યો છે. ગામના 3 લોકોએ દિલીપ સખીયાના કારણે આત્મહત્યા કરી છે. તાજેતરમાં 15 કિલો સોનુ નેપાળ બોર્ડર ખાતે પકડાયું હતું એ સમય પકડાયેલ શખ્સ દિલીપ સખીયાના પિતરાઇ ભાઇ છે. ઉપરાંત દિલીપ સખીયા દાઉદ ગેંગ સાથે સંકળાયેલ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જે તમામ આક્ષેપ સામે પ્રમુખ દિલીપ સખીયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની મોટી રાજકોટ ડેરીનું સંચાલન નીચુ જઇ રહ્યું છે આ વહ્યાત આક્ષેપો છે. જો હું દાઉદ ગેંગ સાથે સંકળાયેલ હોય તો કાયદો કાયદાનું કામ કરી કાર્યવાહી કરી શકે છે. રાજકોટ ડેરીના વિવાદો વચ્ચે ડેરીના ચેરમેન અને ભારતીય કિશાન સંઘના પ્રમુખ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બન્ને એક બીજા પર માનહાનિનો દાવો કરશે અને લડત લડશે.
Sep 24,2020, 17:30 PM IST

Trending news