ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડથી ખળભળાટ! મોરબીમાં પાણી પૂરવઠા બોર્ડની ભરતી મુદ્દે મોટા આક્ષેપ

Morbi News: હાલમાં આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ વિષ્ણુ દેરાસરીની લીલાપર ગામ પાસે આવેલ હેડ વર્ક ખાતે બદલી કરી દેવામાં આવેલ છે અને તેના દ્વારા જે ભરતી કૌભાંડ કરવામાં આવ્યું હતું સંબંધિત કચેરીને અહેવાલ આપવામાં આવ્યો છે.

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડથી ખળભળાટ! મોરબીમાં પાણી પૂરવઠા બોર્ડની ભરતી મુદ્દે મોટા આક્ષેપ

ઝી બ્યુરો/મોરબી: મોરબીમાં વધુ એક ભરતી કૌભાંડ સામે આવ્યું છે. પાણી પુરવઠાની કચેરીમાં બે જુનિયર આસિસ્ટન્ટની સીધી નિમણુંક થઈ હોવાનો આરોપ થયો છે. કોઈ જાહેરાત કે ભરતી પ્રક્રિયા વગર નિમણુક થઈ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. પાણી પુરવઠા સાથે જોડાયેલા રાજકોટ સ્થિત એક બિલ્ડર વિજયસિંહ ઝાલાની ઓફિસ ખાતે એક નનામી અરજી બાદ આ ખુલાસો થયો છે. 

પત્ર બાદ બિલ્ડરે RTI કરતા નિમણુંક નિયમો વિરુદ્ધ થઈ હોવાનો પર્દાફાશ થયો છે. પૈસા લઈને નિમણુંક કરાવી હોવાનું એક રોજમદારે કબૂલ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મોરબી પેટા કચેરી વિભાગ 1 માં ગેકાયદેસર ભરતી થાય. જેના નામ પાર્થ રાઠોડ અને જયદીપ પોપટ છે.  

હાલમાં આ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ વિષ્ણુ દેરાસરીની લીલાપર ગામ પાસે આવેલ હેડ વર્ક ખાતે બદલી કરી દેવામાં આવેલ છે અને તેના દ્વારા જે ભરતી કૌભાંડ કરવામાં આવ્યું હતું સંબંધિત કચેરીને અહેવાલ આપવામાં આવ્યો છે. જો કે અફસોસની વાત એ છે કે એક વર્ષ પહેલા અહેવાલ આપી દેવામાં આવ્યો છે તેમ છતાં પણ કૌભાંડ કરનાર વિષ્ણુ દેરાસરી સામે હજુ સુધી કોઈ આકરા પગલાં લેવામાં આવ્યા નથી. 

માહિતી અધિકાર હેઠળ મને મળી માહિતીઃ વિજયસિંહ
વિજયસિંહ ઝાલાએ જણાવ્યું કે, RTI બાદ  માહિતી અધિકાર હેઠળ મને માહિતી મળેલ છે, તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે 14/06/2021 અને 22/07/2021ના રોજ પાર્થ રાઠોડ અને જયદિપ પોપટ નામના બે વ્યક્તિની ભરતી કરવામાં આવી હતી. જે બાદ 13/09/2021ના રોજ મનસુખ પરમાર નામની વ્યક્તિ રાજકોટ કચેરીમાં એક સરનામા વગરનો પત્ર લખે છે, તેના દ્વારા તપાસ કરવામાં આવે છે. જે બાદ 30/09/2021ના રોજ વી.ડી દેરાસરી નામના કર્મચારી પાસે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કબૂલાત નામું લે છે કે આ કૌભાંડ મેં આર્થિક લાભ માટે કરેલું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news