P chidamabaram News

સર્વપક્ષીય બેઠક: તમામ વિપક્ષી દળોની માંગણી, ફારુક અબ્દુલ્લાને સંસદ સત્રમાં
સોમવારથી સંસદનું શિયાળુ સત્ર(Parliament Winter Session 2019) શરૂ થઈ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર અગાઉ આજે પાર્લિયામેન્ટની લાઈબ્રેરી બિલ્ડિંગમાં સર્વપક્ષીય બેઠક યોજાઈ. જેમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓએ સત્ર દરમિયાન ઉઠાવવામાં આવનારા મહત્વના મુદ્દાઓ પર પોતાનો મત રજુ કર્યો. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંસદીય કાર્યરાજ્યમંત્રી અર્જૂન રામ મેઘવાલ સહિત અનેક પક્ષોના નેતાઓ હાજર રહ્યાં. આ બેઠકમાં કોંગ્રેસમાંથી ગુલામનબી આઝાદ, અને અધીરરંજન ચૌધરી, ટીએમસીમાંથી ડેરેક ઓ બ્રાયન, અને સુદીપ બંદોપાધ્યાય, બીએસપીમાંથી સતીષચંદ્ર મિશ્રા, એલજેપીમાંથી ચિરાગ પાસવાન, આપ સાંસદ સંજય સિંહ પણ હાજર રહ્યાં હતાં. 
Nov 17,2019, 21:13 PM IST

Trending news