Orisa News

'અમ્ફાન' : PM પોતે રાખી રહ્યા છે સમગ્ર ઘટના પર નજર, ગૃહમંત્રાલયે NDMAની બેઠક બોલાવી
ચક્રવાતી તોફાન અમ્ફાન સોમવારે સાંજ સુધીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને તેની ખુબ જ વિકરાળ અસર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનાં કિનારાના વિસ્તારો પર પડવાની શક્યતા છે. ખાસ કરીને ગંગા નદીના કિનારાના વિસ્તારોમાં તોફાની વરસાદ પડે તેવી શક્યતા છે. જેના પગલે વડાપ્રધાન મોદી અમ્ફાનના કારણે પેદા થનારી સ્થિતીની સમીક્ષા કરવા માટે આજે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. ગૃહમંત્રાલય અને રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ સાથે વડાપ્રધાને બેઠક યોજી હતી. ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સરકારને આપેલી ગાઇડ લાઇનમાં કહ્યું કે, અમ્ફાન સોમવારે સવારે દક્ષિણી બંગાળની ઘઆડીનાં મધ્ય હિસ્સાઓ અને બાજુની મધ્ય બંગાળની ખાડી પર હાજર છે.
May 18,2020, 18:39 PM IST

Trending news