Once again in controversy News

કચ્છની સરહદ ડેરી ફરી એકવાર વિવાદમા, અનેક મંડળીઓનાં દુધ અટકાવી દેવાતા હોબાળો
શહેરની સરહદ ડેરી ફરી એકવાર વિવાદમાં આવી છે. દાદાગીરીથી સરહદ ડેરીમાં આવતું 40 મંડળીનું દૂધ અટકાવી દેવાતા વિવાદ સર્જાયો હતો. કચ્છમાં ઘણા પશુપાલકોને દૂધના ભાવ ન મળતા હોવાની ફરિયાદ સાથે વિરોધ કરાયો હતો. રતનાલ ખાતેની રાધે રાધે મંડળીમાં ચેકિંગ દરમિયાન નિયમોને લઈને ત્રુટીઓ સામે આવતા મંડળીને નોટિસ ફટકારાઇ હતી અને દૂધ જમા નહિ લેવાય તેવું કહેવાયું હતું. રતનાલની મંડળીના મુખ્ય સંચાલક તથા અન્ય લોકો લાખોન્દ ડેરી પહોંચ્યા હતા અને દૂધ સ્વીકારવાની વાત સાથે દૂધના વાહનો અટકાવી દીધા હતા. પોલીસને પણ આવવું પડ્યું હતું અને ત્યારબાદ દોઢ કલાક બાદ મામલો ઠંડો પડ્યો હતો. દાદાગીરીથી સરહદ ડેરીમાં આવતું 40 મંડળીનું દુધ અટકાવી દેવાતા વિવાદ, દોઢ કલાકે મામલો ઠંડો પાડ્યો હતો. સરહદ ડેરીના ચેરમેન પદ્દે હાલ કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન વલમજી હુંબલ છે તેવામાં ભાજપનાજ ધારાસભ્ય વાસણ આહિરના ગામ રતનાલની મંડળી દ્વારા આ પ્રકારનો વિવાદ કરી દાદાગીરી કરાતા કચ્છભરમાં આ કિસ્સાની ચર્ચા છે.
Feb 21,2022, 23:25 PM IST

Trending news