Offline study News

ગુજરાતમાં આજથી ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ, પગે લાગીને વિદ્યાર્થીઓએ સ્કૂલમાં એન્ટ્રી કરી
ગુજરાતની શાળાઓમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગોનું ઓફલાઈન શિક્ષણ (offline study) કાર્ય શરૂ થયું છે. આ સાથે જ કોરોના મહામારીના કારણે બે વર્ષથી બંધ રહેલા શાળાના પ્રાંગણ ફરી ખીલી ઉઠ્યા છે. આજથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધોરણ-6, 7 અને 8માં 50 ટકા હાજરી સાથે શૈક્ષણિક સત્ર શરૂ (schools reopenings) થયું છે, ગુજરાતની 30 હજારથી વધુ શાળાના 32 લાખ જેટલા વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય આજથી ફરી શરૂ થયું છે, ત્યારે શાળામાં સંચાલકોએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું ફરજિયાત છે અને વાલીઓની પરવાનગી બાદ વિદ્યાર્થીઓ શાળામાં ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. આ સાથે શાળાઓએ ઓનલાઈન વર્ગ પણ શરૂ જ રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ ધોરણ 9થી 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા છે, ત્યારે હવે આજથી ધોરણ 6 થી 8ના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે.
Sep 2,2021, 8:30 AM IST

Trending news