Mplad News

કોરોનાના કારણે સાંસદ નિધિ MPLAD નિયમોમાં થયો ફેરફાર
કોરોના મહામારી સામે ગુજરાતના સાંસદોએ સહાયની જાહેરાત તો કરી દીધી પણ સાંસદ નિધિના નિયમો હેઠળ આ પ્રકારની કોઈ ગ્રાન્ટ ફાળવી શકાય તેમ નહોતી. લોકસભા અને રાજ્યસભાના સાંસદોને પોતાના મતવિસ્તારના વિકાસ માટે દર વર્ષે 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. દરેક સાંસદ પોતાની આ ગ્રાન્ટનો ઉપયોગ પોતાના મતવિસ્તારના વિકાસકાર્યો માટે કરતા હોય છે. પરંતુ 2 દિવસ પહેલા કોરોના (corona virus) મહામારી સામે લડવા માટે નવસારીના ભાજપના સાંસદ સીઆર પાટીલે રૂપિયા 1 કરોડની સહાયની જાહેરાત કર્યા બાદ અન્ય સાંસદો સામે આવ્યા છે. ડો. કિરીટ સોલંકી, વિનોદ ચાવડા, રાજેશ ચુડાસમા, હસમુખ પટેલ, રંજનબેન ભટ્ટે પોતાના મતવિસ્તારમાં વેન્ટિલેટર, સેનેટાઇઝર માસ્ક સહિતની વસ્તુઓ ખરીદવા માટે ગ્રાન્ટ ફાળવી છે. જોકે સાંસદ નિધિના નિયમો અનુસાર કોઈ ચોક્કસ રોગ માટે આ પ્રકારની ગ્રાન્ટ ફાળવવાની કોઈ જોગવાઈ નહોતી.
Mar 25,2020, 16:37 PM IST

Trending news