Movement is not resolved News

સરકારી ભરતી આવે કે ન આવે ભાજપ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે: છોટુ વસાવા
  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ ભરૂચ નર્મદા જિલ્લાના BTP અને ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા અને બીટીપીના છોટુવસાવા સામસામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. જેના પગલે રાજકારણ ગરમાયું છે. બીટીપી ના અધ્યક્ષ અને ધારાસભ્ય છોટુ વસાવાએ ખેડૂત આંદોલન મુદ્દે જણાવ્યું કે, નરેન્દ્ર મોદી કોર્પોરેટ સેક્ટરના ગુલામ છે. એટલે તેનો નિકાલ થતો નથી. આંદોલન દ્વારા નિકાલ નહી આવે તો રાજકારણમાં વિસ્ફોટ થશે. જે પ્રકારે ભારતમાં કોંગ્રેસની હાલત થઇ છે અને જે પ્રકારે ભાજપની પણ થવાની છે કારણ કે, કોંગ્રેસનાં તમામ લોકોને ભાજપમાં સ્વિકારવામાં આવી રહ્યા છે. ભાજપ માને છે કે કોઇ વિપક્ષ રહેવો જ ન જોઇએ અને તમે લોકો અમારી સાથે આવો આપણે મળીને દેશને લૂંટી લઇએ. 
Feb 11,2021, 17:39 PM IST

Trending news