Mohammad qureshi News

બિન સચિવાલય પેપરકાંડના આરોપીઓ પર રાજકીય ટ્રાયલ: ભાજપ-કોંગ્રેસ સામસામે
બિન સચિવાલય વર્ગ-3ની પરીક્ષા મુદ્દે 25મી ડિસેમ્બરે સીટ દ્વારા 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. 6 આરોપીઓમાંથી મોહમ્મદ ફારુક વહાબ કુરેશી (સંચાલક, એમએસ સ્કુલ, દાણીલીમડા) ભાજપ સાથે સંકળાયેલો હોવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ મોહમ્મદ ફારૂક કુરેશીના ભાજપના સાંસદ ડૉ. કિરીટ સોલંકી સાથેની તસ્વીરો પણ જાહેર કરી હતી. આ અંગે જયરાજસિંહ પરમારે જણાવ્યું કે,  કાલે જે પ્રકારે પત્રકાર પરિષદ થઇ અને તેમાં સુરેન્દ્રનગર અને ભાવનગરની તપાસનું શું થયું તે અંગે કોઇ જ સ્પષ્ટતા નથી કરવામાં આવી. બાકી અન્ય 38 ફરિયાદોનું શું થયું તે અંગે પણ કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. 
Dec 26,2019, 17:30 PM IST

Trending news