Mob attack News

દ્વારકામાં મોહરમ પર થયો પથ્થરમારો : વાયરલ મેસેજને લઈને થઈ મોટી બબાલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયામાં મોહરમના તહેવારની ઉજવણી મામલે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. સોશિયલ મીડિયામાં તાજિયાનું જુલૂસ કાઢવા માટેનો મેસેજ વાયરલ થયો હતો. જે બાદ પોલીસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરી હતી. જો કે એ સમયે કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અથડામણમાં પોલીસ વાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ સહિત ડીવાયએસપી, SOG , LCB સહિતના પોલીસ કર્મીઓ સલાયા ખાતે પહોંચ્યા હતા. ટોળાને દૂર કરવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. હાલ સલાયામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Aug 20,2021, 9:06 AM IST
ભરૂચ : બંધ કંપની પર 40 જેટલા લોકોનું ટોળુ ધસી આવ્યું, હુમલામાં 3 સિક્યુરિટ
ભરૂચ(Bharuch)માં વહેલી સવારે મોટો બનાવ બન્યો છે. ભરૂચ જિલ્લાના ઉટિયાદરા ગામમાં આવેલી શ્રીજી ગ્લાસ કંપનીમાં અચાનક લોકોનું ટોળુ ઘસી આવ્યું હતું. અજાણ્યા 40 જેટલા લોકોના ટોળાએ બંધ કંપની પર આતંક મચાવ્યો હતો. ટોળાએ કંપનીના 6 જેટલા સિક્યુરિટી ગાર્ડસ પર હુમલો (Attack) કર્યો હતો. જેમાં બે સુરક્ષા કર્મચારીઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. તેમજ અન્ય એક સિક્યુરિટી ગાર્ડનું સારવાર દરમિયાન મોત થયું છે. ત્રણ ઘાયલ સિક્યુરિટી ગાર્ડસને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટના બાદ ભરૂચ પોલીસ (Bharuch Police) દોડતી થઈ હતી. ટોળુ ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, સિક્યુરિટી ગાર્ડસ પર કેમ હુમલો કરાયો જેવા મામલે ભરૂચ પોલીસે તપાસ શરૂ કરી છે. 
Sep 18,2019, 11:20 AM IST

Trending news